ઓવૈસીએ પાકિસ્તાન પર કર્યા પ્રહારો, કહ્યું- ‘દેશ ચૂપ નહીં રહે, તમે ISIS જેવું કામ કર્યું’

મહારાષ્ટ્ર: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું, પાકિસ્તાન હંમેશા પરમાણુ શક્તિ હોવાની વાત કરે છે. તેમણે યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખે છે, તો તે દેશ ચૂપ નહીં રહે. કોઈ પણ સરકાર સત્તામાં હોય, આપણી ભૂમિ પર આપણા લોકોને મારીને અને ધર્મના આધારે તેમને નિશાન બનાવીને તમે કયા ‘દીન’ની વાત કરી રહ્યા છો?

પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું, તમે ISIS જેવું કામ કર્યું છે. હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે જો કાશ્મીર આપણો અભિન્ન ભાગ છે, તો કાશ્મીરીઓ પણ આપણો અભિન્ન ભાગ છે. આપણે કાશ્મીરીઓ પર શંકા કરી શકીએ નહીં.