July 2, 2024

દુનિયામાં કયા મુસ્લિમ દેશની કરન્સી સૌથી મજબૂત, જાણીને ચોંકી જશો

World Strongest Currency: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વની લગભગ 180 કરન્સીને લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપવામાં આવી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા દેશમાં સૌથી મજબૂત ચલણ છે? આજે અમે તમને દુનિયાની સૌથી મજબૂત કરન્સી વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. કુવૈત એક મુસ્લિમ દેશ છે જેનું ચલણ વિશ્વમાં સૌથી મજબૂત છે.

હકીકતમાં વિશ્વભરની કરન્સીના મૂલ્યમાં નિયમિતપણે વધઘટ થાય છે. કેટલાક ચલણ અન્ય દેશની કરન્સી કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ અમેરિકન ડૉલરનું નામ સાંભળ્યું જ હશે, કારણ કે તે વિશ્વમાં સૌથી વધુ એક્સચેન્જ કરન્સી છે. ઘણા લોકોને લાગે છે કે યુએસ ડૉલર અને બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મજબૂત કરન્સી છે. જે અન્ય કરન્સી પર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. પરંતુ આવું નથી. કારણ કે ઘણા દેશોની કરન્સી ડોલર અને પાઉન્ડની સરખામણીમાં ખૂબ જ મજબૂત છે.

1 કુવૈતી દિનાર બરાબર 3.32 USD
ગુડ રિટર્ન્સ મુજબ કુવૈતી દિનાર (KWD) એ વિશ્વનું સૌથી મજબૂત ચલણ છે. KWD એ કુવૈતનું સત્તાવાર ચલણ છે. જેનું નામ દિનાર રોમન ડેનારિયસ પરથી આવ્યું છે. કુવૈતી દિનારને KWD તરીકે સંક્ષિપ્ત કરવામાં આવે છે. મધ્ય પૂર્વમાં તેલ સંબંધિત વ્યવહારોમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. મે 2021 સુધીમાં કુવૈતી દિનાર વિશ્વની સૌથી મજબૂત ફરતી કરન્સી રહી છે. જો તેની સરખામણી યુએસ ડોલર સાથે કરવામાં આવે તો 1 KWD 3.32 USD બરાબર છે. એટલે કે એક કુવૈતી દિનાર ચૂકવીને તમે 3.32 યુએસ ડોલર મેળવી શકો છો.

આ પણ વાંચો: દેશી ગર્લના ‘દેશી’ ઉપાય, અમેરિકામા રહીને પ્રિયંકાએ પગના તળિયામાં લગાવ્યું લસણ

આ 10 દેશોમાં સૌથી મજબૂત ચલણ છે
કુવૈતમાં ટેક્સની કોઈ સમસ્યા નથી. આ સાથે દેશમાં બેરોજગારીનો દર પ્રમાણમાં ઓછો છે. બીજી તરફ જો ભારતીય ચલણની સરખામણી કુવૈતી દિનાર સાથે કરવામાં આવે તો 1 કુવૈતી દિનાર લગભગ 272 ભારતીય રૂપિયા બરાબર છે. વિશ્વની 10 સૌથી મજબૂત કરન્સીની વાત કરીએ તો બહેરીન, ઓમાન, જોર્ડન, બ્રિટિશ, જીબ્રાલ્ટર, કેમેન આઈલેન્ડ, યુરોપ, સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકાની કરન્સી સૌથી મજબૂત છે. હાલમાં અમેરિકા આ ​​યાદીમાં 10મા નંબર પર છે. એટલે કે ભલે અમેરિકાની સૌથી વધુ ચર્ચા થાય પરંતુ તેની કરન્સીની કિંમત વિશ્વમાં 10મા સ્થાને છે.