March 3, 2025

Oscar 2025 Live: એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર તો બેસ્ટ એક્ટ્રેસ બની મિકી મેડિસન, અનુજા ઓસ્કારમાંથી બાહર

Oscar 2025 Live: 97મો એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર એવોર્ડ્સ) લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો છે. આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એડ્રિયન બ્રોડીને ફિલ્મ ‘ધ બ્રુટાલિસ્ટ’ માટે મળ્યો છે. સીન બેકરે અત્યાર સુધી સૌથી વધુ ૩ ઓસ્કાર જીત્યા છે. તેમને ફિલ્મ ‘અનોરા’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શક, સંપાદન અને મૂળ પટકથાના પુરસ્કારો મળ્યા છે.

કોનન ઓ’બ્રાયન પહેલીવાર ઓસ્કાર 2025નું આયોજન કરી રહ્યા છે. કોનન ઓ’બ્રાયન તેમના લોકપ્રિય શો ‘લેટ નાઇટ’ માટે જાણીતા છે. તેમણે સ્ટેજ પરથી હિન્દીમાં ભાષણ આપીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભની શરૂઆત કરી હતી.

અભિનેતાએ વહેલી સવારે ભારતમાં ઓસ્કાર જોઈ રહેલા દર્શકોનું સ્વાગત કર્યું અને કહ્યું, ‘નમસ્તે, તમે લોકો નાસ્તા સાથે ઓસ્કાર જોઈ રહ્યા છો.’ તેણે પોતાની હિન્દીથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમના સચોટ શબ્દો અને સ્પષ્ટ ઉચ્ચારણ ખરેખર પ્રશંસનીય હતા.

ઓસ્કાર 2025ના વિજેતા
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ – ‘નો અધર લેન્ડ’
બેસ્ટ ડોક્યુમેન્ટરી ટૂંકી ફિલ્મ – ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા
બેસ્ટ ઓરિજિનલ ગીત – EI MAI
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – વિકેડ
બેસ્ટ સહાયક અભિનેત્રી – ઝો સલદાના
બેસ્ટ એડિટિંગ – અનોરા
બેસ્ટ મેકઅપ અને બેસ્ટ હેર સ્ટાઇલ – ધ સબસ્ટન્સ
બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે – કોન્ક્લેવ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે – અનોરા
બેસ્ટ કોસ્ચ્યુમ – વિકેડ
બેસ્ટ સાઉન્ડ – ડ્યુન 2
બેસ્ટ વિઝ્યુઅલ્સ – ડ્યુન 2
બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ
બેસ્ટ સિનેમેટોગ્રાફી – ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ ફિલ્મ – અનોરા
બેસ્ટ એક્ટ્રેસ – મિકી મેડિસન
બેસ્ટ ડાયરેક્ટર – સીન બેકર
બેસ્ટ એક્ટર – એડ્રિયન બ્રોડી