પાકિસ્તાનને પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ – ‘ત્યાંથી ગોળીબાર થશે, અહીંથી પણ ગોળો જશે

Operation Sindoor PM Modi Message: ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાન પર એવા ઘા કર્યા છે કે પાકિસ્તાન ક્યારે ભૂલી નહીં શકે. પહલગામ પછી ભારતે વિશ્વભરના મિત્ર દેશો સાથે વાતચીત કરી હતી. જો કે આ વાતચીતમાં ઓપરેશન સિંદૂર વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ ભારતે જે દેશો સાથે વાત કરી હતી તે તમામ દેશોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટાએ તેના ચાહકોની માફી કેમ માંગી? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

પાકિસ્તાનને પહેલાથી જ જાણ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યા પછી ભારતે પાકિસ્તાનને પણ જાણ કરી હતી. આતંકવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા બાદ, ભારતે પાકિસ્તાનને જવાબી કાર્યવાહી વિશે જાણ કરી હતી. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પહલગામ હુમલા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ હતી. આ સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ એ હતો કે જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે તો અહીંથી પણ ગોળા ચલાવવામાં આવશે.