Operation Sindoor: 10 મે સુધી 150 થી વધુ ફ્લાઇટ્સ રદ, અહીં જુઓ સંપૂર્ણ યાદી

Operation Sindoor: ભારતે 7 મેના રોજ રાત્રે 1 થી 3 વાગ્યાની વચ્ચે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેનાએ PoJK માં પ્રવેશ કર્યો અને ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતુ અને ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો હતો. આ પછી સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 10 મે સુધીમાં લગભગ 150 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કયા શહેરો માટે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તે જાણો.
#6ETravelAdvisory: Following aviation directives, flights to/from these cities remain cancelled until 10 May, 0529 hrs. Please check your flight status here https://t.co/ll3K8PwtRV. For rebooking or refunds, visit https://t.co/51Q3oUe0lP. We are here to support you! pic.twitter.com/sLHHzIZ99w
— IndiGo (@IndiGo6E) May 7, 2025
ઇન્ડિગો એરલાઇન્સે ફ્લાઇટ્સ રદ કરી
ઈન્ડિગો એરલાઈન્સે 10 મે સુધી 150 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. જેમાંધર્મશાલા, બિકાનેર, જોધપુર, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ગ્વાલિયર, કિશનગઢ અને રાજકોટની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તે જ સમયે, એર ઇન્ડિયાએ 10 મે સુધી તેની સેવાઓ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં જમ્મુ, જામનગર, ચંદીગઢ , શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, અને રાજકોટ જેવા એરપોર્ટના નામ શામેલ છે.