OnePlusના આ સ્માર્ટફોનમાં સ્ક્રીનમાં આવી રહી છે ખરાબી
OnePlus Green Line Issue: આજના સમયમાં મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોન હોય છે. ભારતીય માર્કેટમાં ઘણા બધા ફોન લોકોને પસંદ આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને OnePlusનો ફોન ઘણા ખરા લોકોને પસંદ આવી રહ્યો છે. જો તમે પણ OnePlus ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર તમામ રિવ્યુ જોઈને ખરીદવાનું વિચારજો. કારણ કે ફોનમાં ગ્રીન લાઇનની સમસ્યાઓ આવી રહી છે. થોડા સમય પહેલા જ OnePlus Nord 4 માં ગ્રીન લાઇનની સમસ્યા વિશે માહિતી સામે આવી છે.
ગ્રીન લાઇનની સમસ્યાના આ કારણો
સોફ્ટવેરમાં ખામી: કેટલીકવાર સોફ્ટવેર અપડેટ કરવામાં ભૂલ થઈ હોય જેના કારણે પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે.
મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સઃ જો ફોનનું ઉત્પાદન કરતી વખતે જ કોઈ ભૂલ થઈ હોય તો તમારા ફોનમાં ગ્રીન લાઇનની સમસ્યા ઊભી થઈ શકે છે.
હાર્ડવેર પ્રોબ્લેમ: સ્ક્રીનની અંદર ખામી હોવાના કિસ્સામાં અથવા ફોન ડ્રોપ થવાના કિસ્સામાં ગ્રીન લાઇનની સમસ્યા આવી શકે છે
ઓવરહિટીંગઃ ઘણી વખત ફોનને ગરમ જગ્યાએ રાખવામાં આવે તો ડિસ્પ્લે પણ ઓવરહિટીંગનો શિકાર બની જતી હોય છે. જેના કારણે ગ્રીન લાઈનની સમસ્યા આવી શકે છે.
OnePlus became the first brand to deliver green line out of the box. 🥴#OnePlus #OnePlusNord4 pic.twitter.com/3t8W8AGwoF
— Abhishek Yadav (@yabhishekhd) August 12, 2024
આ પણ વાંચો: Jioએ આ નવા પ્લાનને કર્યો એડ
ચોક્કસ તપાસ કરવી
કોઈ પણ ફોન લેતી વખતે તમારે ચોક્કસ ફોનના રિવ્યુ ચેક કરી લેવા જોઈએ. જેના કારણે તમને ભવિષ્યમાં ફોનને લગતી કોઈ સમસ્યા ના થાય. થોડા સમય પહેલા જ OnePlus Nord 4 માં ગ્રીન લાઇનની સમસ્યા વિશે માહિતી સામે આવી છે. આ ફોન જો તમે લેવાના હોય તો ચોક્કસ તપાસ કરવી.