July 8, 2024

OnePlusએ ભારતીય યુઝર્સને આપ્યો મોટો ઝટકો

અમદાવાદ: શું તમે OnePlusનું ટીવી લેવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે, કારણ કે OnePlusએ તેમના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. એક અહેવાલ પ્રમાણે OnePlus હવેથી ભારતમાં સ્માર્ટ ટીવી નહીં વેચે. કંપનીએ વેબસાઈટ પરથી ટીવીને હટાવી દીધી છે.

સ્માર્ટ ટીવીનું વેચાણ બંધ
ભારતમાં મોટા ભાગના લોકોને ફોન OnePlusની કંપનીના પંસદ હોય છે. પરંતુ હવે OnePlusના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા કંપનીએ ભારતીય બજારમાં તેના સેગમેન્ટને વિસ્તારવા માટે સ્માર્ટ ટીવી અને મોનિટર લોન્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ હવેથી સ્માર્ટ ટીવી ભારતમાં આ કંપનીમાં જોવા નહીં મળે. કંપનીએ કયાં કારણોસર ભારતમાં ટીવીનું વેચાણ બંધ કરી દીધું તે માહિતી તો કોઈ સામે આવી નથી.

પ્રોડક્ટ્સ હટાવી દીધા
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી ભારતમાં OnePlus સ્માર્ટ ટીવી બંધ થવાની અફવાઓ પણ સામે આવી રહી હતી. ત્યારે આ અફવા હવે અફવા રહી નથી અને હવેથી ખરેખર ભારતમાં OnePlus સ્માર્ટ ટીવી બંધ કરી દેવામાં આવ્યા છે. અહિંયા તમને એ પણ જણાવી દઈએ કે OnePlus એ છેલ્લા એક વર્ષથી સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી નથી. જેના કારણે મોટા ભાગના લોકોને તો ફેર નહીં પડે, પરંતુ ચોક્કસ એ લોકોને ફરક પડશે કે જે લોકોએ આ ટીવીની ખરીદી કરી છે. હવે તમને થશે એ લોકોને કેવી રીતે તકલીફ થશે? તો તેનું કારણ એ છે કે જો તેમાં કોઈ ખામી હશે તો શું તેઓને તેની સેવા મળશે કે નહીં તેની સમસ્યા ચોક્કસ રહેશે.

આ સમયે લોન્ચ
તમને જણાવી દઈએ કે OnePlus ટીવીનું પ્રથમ ઉત્પાદન 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 2019 માં OnePlus Smart TV Q1 પહેલું ટીવી આવ્યું હતું ભારતમાં. આ પછી OnePlusબ્રાન્ડે ભારતમાં ઘણી બધી જોરદાર પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી. હાલમાં ટીવીને લઈને કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હવે કંપની કોઈ ઓફિશિયલ માહિતી આપે તો સાચી ખાતરી થાય.