January 14, 2025

ટાટા કંપનીનો એક નિર્ણય અને ડૂબી ગયા 45 હજાર કરોડ

Tata Group: રતન ટાટાની સૌથી મોટી કંપનીમાં મંગળવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે કંપનીની માર્કેટ કેપમાં માત્ર 2 મિનિટમાં 45 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. મહત્વનું છેકે, એક રિપોર્ટ અનુસાર ટાટા સન્સ TCSમાંથી પોતાનો હિસ્સો ઓછો કરવાનું વિચારી રહી છે. કંપની લગભગ 9300 કરોડ રૂપિયાના શેર વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપની આ શેર 3.6 ટકાના ઘટાડા સાથે વેંચશે. જેની અસર આજે કંપનીના શેરમાં જોવા મળી રહી છે.

TCSના શેરના ભાવમાં ઘટાડો
શેર માર્કેટના આંકડાઓ અનુસાર TCSના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યા છે. સવારે 9.45 પર કંપનીના શેરમાં 2.72 ટકાના ઘટાડા સાથે 4032.20 રૂપિયાનો કારોબાર કરી રહ્યો છે. જ્યારે કંપની શરૂઆતના કારોબારમાં શરૂઆતની બે મિનિટોમાં જ 4021.25 રુપિયા પર આવી ગયું છે. મહત્વનું છેકે, એક દિવસ પહેલા જ આ કપનીના શેર 4144.75 રુપિયા પર બંધ થયા છે. જે આજે સવારે 4055.65 રુપિયા પર ઓપન થયું છે.

કંપનીની માર્કેટ કેપમાં ઘટાડો
માર્કેટ ખુલતાની સાથે શેરના ભાવમાં ઘટાડો થવાના કારણે કંપનીની માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. એક દિવસ પહેલા કંપનીના માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયાથી વધારે હતી. જેમાં આજે લગભગ 46 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આંકડાઓ અનુસાર જ્યારે કંપનીના શેર લોઅર લેવર પર આવ્યું તો માર્કેટ કેપ 14.54 હજાર કરોડ રૂપિયા પર આવી ગયું છે. વર્તમાન સમયમાં કંપનીની માર્કેટ કેર 14.631534.46 કરોડ રૂપિયા પર જોવા મળી છે.

શેર બજારમાં ભાવ ગગડ્યા
આજે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારના માર્કેટ ખુલ્યાના 50 મિનિટ બાદ 300 આંકડાનો ઘટાડો જોવા મળ્યો છે. કારોબારી સત્રના સમયે સેન્સેક્સ 400થી વધારે અંકના ઘટાડા સાથે 72,316.09 અંક પર પહોંચ્યું છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 100થી વધારે અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે નિફ્ટીમાં 22,000થી પણ નીચેના લેવલે 21,947.40 અંક પર ચાલી રહ્યું છે.