November 25, 2024

આગામી ઓલિમ્પિક્સ ક્યારે અને ક્યાં રમાશે?

Olympics 2028: પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક્સ 2024 પુર્ણ થઈ ગઈ છે. જોકે ભારતના ખેલાડીઓનું પ્રદર્શન જે પ્રમાણે અપેક્ષા હતી તે પ્રમાણે રહ્યું ના હતું. જોકે ઘણા ખેલાડીઓ એવા પણ હતા કે જેમને તમામને ચોંકાવી દીધા હતા. હવે તમને સવાલ થતો હશે કે હવે આ ઓલિમ્પિક પુર્ણ થઈ ગઈ છે તો આગામી ઓલિમ્પિક ક્યારે અને ક્યાં રમાશે.

ભારતે 6 મેડલ જીત્યા
વર્ષ 2020માં ટોક્યોમાં ઓલિમ્પિક્સ રમાઈ હતી. કોરોનાને કારણે તેને એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી હતી. વર્ષ 2021માં ભારતનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. તે વર્ષનું ભારતનું પ્રદર્શન અત્યાર સુધીના ઓલિમ્પિક ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ હતું. ભારતે એક ગોલ્ડ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા. આ વખતે ખેલાડીઓ પાસેથી વધારે અપેક્ષા હતી. પરંતુ નિરાશા મળી છે. માત્ર નિરજ જ સિલ્વર મેડલ લાવી શક્યો હતો.

આ પણ વાંચો: મનુ ભાકરની માતા જ્યારે નિરજ ચોપરાને મળી, લોકો એ કહ્યું ‘રિશ્તા પક્કા’?

આગામી ઓલિમ્પિક ક્યાં રમાશે
આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ભારતીય એથ્લેટ બહુવિધ રમતોમાં ચોથા નંબરે રહ્યો હતો. મતલબ એવું કહી શકાય કે મેડલ મળતા મળતા રહી ગયા. હવે આગામી ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ ખેલાડીઓ લાવશે તેવી આશા દરેક ભારતીય રાખી રહ્યા છે. આગામી ઓલિમ્પિક વર્ષ 2028માં રમાશે. એટલે કે આજથી બરાબર 4 વર્ષ પછી. આ ઓલિમ્પિક્સ અમેરિકાના લોસ એન્જલસમાં રમાશે. આ માટેની તૈયારીઓ ત્યાં શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ તો એ છે કે આગામી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1900 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ઓલિમ્પિકમાં ક્રિકેટ પણ રમાશે.