September 17, 2024

Olympic Games Paris 2024: ગૂગલે બનાવ્યું આજે ખાસ ડૂડલ

Olympic Games Paris 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. ભારતને ઈવેન્ટના બીજા જ દિવસે દેશનો પહેલો મેડલ પ્રાપ્ત કરી લીધો છે. ગૂગલ પણ ઓલિમ્પિકની ખાસ ઉજવણી કરી છે. ઓલિમ્પિકની શરૂઆત થઈ ત્યારથી ગૂગલ દરરોજ એક નવું ડૂડલ બહાર પાડી રહ્યું છે. આજનું ડૂડલ જિમ્નેસ્ટિક્સની રમતને સમર્પિત કરવામાં આવશે. જો તમે આ ગૂગલ ડૂડલ પર ક્લિક કરશો તરત જ તમને જિમ્નેસ્ટિક્સ વિશેની તમામ માહિતી તમારી સ્ક્રીન પર મળી જશે.

ગૂગલ ડૂડલમાં બ્લુ બર્ડ જિમ્નેસ્ટ
આ ડૂડલમાં એક પક્ષીની સાથે બિલાડી જોવા મલી રહી છે. પક્ષીને વાદળી કલર આપવામાં આવ્યો છે. ગૂગલે આ ડૂડલની થીમ જિમ્નેસ્ટિક્સ અને સમર ગેમ્સ તરીકે રાખી છે. પ્રથમ ઓલિમ્પિક ડૂડલ 26 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. પેરિસ ગેમ્સ શરૂ થઈ ત્યારે પણ ગૂગલે ખાસ ડૂડલ તૈયાર કર્યું હતું. ઓલિમ્પિક શરૂ થયાથી લઈ આજ સુધી ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ચોથું ડૂડલ છે. આ પછી ગૂગલે 27 અને 28 જુલાઈ માટે ડૂડલ તૈયાર કર્યું હતું અને હવે આજના દિવસે ફરી ડૂડલ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા
પેરિસ ઓલિમ્પિક 2024નો બીજા દિવસે ભારતને પહેલો મેડેલ મળી ગયો છે. તમામની નજર શૂટર મનુ ભાકર પર હતી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024 ભારતનો પહેલો મેડેલ જીતી લીધો છે. 12 વર્ષ પછી શૂટિંગમાં ભારતને મેડલ મળ્યો છે. શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો છે. મનુએ 10 મીટર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને શૂટિંગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.