Olaએ લૉન્ચ કરી સસ્તી ઈલેક્ટ્રિક બાઈક, ફુલ ચાર્જ પર 501km ચાલશે

Ola Electric: ઓલા ઇલેક્ટ્રિકે હવે ભારતીય બજારમાં ગ્રાહકો માટે તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક Ola Roadster X અને Ola Roadster X Plus લોન્ચ કરી છે. 74,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરાયેલ ઓલાની આ સસ્તી ઇલેક્ટ્રિક બાઇક સ્પોર્ટી લુક અને વિવિધ બેટરી વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે.

ભારતમાં ઓલા રોડસ્ટર એક્સની કિંમત
આ ઇલેક્ટ્રિક બાઇકનું 2.5kWh વેરિઅન્ટ રૂ. 74,999 (એક્સ-શોરૂમ), 3.5kWh વેરિઅન્ટ રૂ. 84,999 (એક્સ-શોરૂમ) અને 4.5kWh વેરિઅન્ટ રૂ. 94,999 (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.

ઓલા રોડસ્ટર એક્સ રેન્જ
આ બાઇકનું 2.5kWh વેરિઅન્ટ એકવાર ફુલ ચાર્જ થવા પર 117 કિમી સુધીનું અંતર કાપશે, 3.5kWh વેરિઅન્ટ એક વાર ફુલ ચાર્જ થવા પર 159 કિમી સુધીનું અંતર કાપશે અને 4.5kWhવાળું ટોપ મોડેલ એક વાર ચાર્જ થવા પર 252 કિમી સુધીનું અંતર કાપશે. આ બાઇક વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે 3.2 સેકન્ડમાં 0થી 40ની ઝડપે પહોંચી શકે છે.

2.5kWh, 3.5kWh અને 4.5kWh વેરિઅન્ટ્સની ટોચની ગતિ અનુક્રમે 105km/h, 117km/h અને 124km/h છે. ચાર્જિંગ સમય વિશે વાત કરીએ તો 2.5kWh વેરિઅન્ટને 3.3 કલાક, 3.5kWh વેરિઅન્ટને 4.6 કલાક અને 4.5kWhવાળા ટોપ મોડેલને ફુલ ચાર્જ થવામાં 5.9 કલાક લાગશે.

ઓલા રોડસ્ટર એક્સ પ્લસની ભારતમાં કિંમત
ગ્રાહકોને આ ઓલા બાઇક 4.5kWh અને 9.1kWhના બે બેટરી વિકલ્પોમાં મળશે. 4.5kWh વેરિઅન્ટની કિંમત રૂ. 1,04,999 (એક્સ-શોરૂમ) અને 9.1kWh વેરિઅન્ટની કિંમત રૂ. 1,54,999 (એક્સ-શોરૂમ) હશે. આ બાઇક પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે, નોંધી લો કે પ્રારંભિક કિંમતો ફક્ત 7 દિવસ માટે માન્ય છે.

ઓલા રોડસ્ટર એક્સ પ્લસ રેન્જ
આ ઇલેક્ટ્રિક બાઇકનું 9.1kWh બેટરી વેરિઅન્ટ એકવાર ફુલ ચાર્જ થયા પછી 501 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ બાઇકની ટોપ સ્પીડ 125 કિમી પ્રતિ કલાક છે અને આ બાઇક 2.7 સેકન્ડમાં 7થી 40ની સ્પીડ સુધી પહોંચી જાય છે.

બુકિંગ અને ડિલિવરી વિગતો
તમે આ બાઇક્સ કંપનીની વેબસાઇટ અથવા ઓલા ઇલેક્ટ્રિક ડીલર પાસેથી 999 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવીને બુક કરાવી શકો છો. આ બાઇક્સની ડિલિવરી આવતા મહિના એટલે કે માર્ચથી શરૂ થવાની ધારણા છે.