ઈન્ડિયન આર્મીમાં સીધા ઓફિસર બનવાની તક, જાણો કેવી રીતે કરશો એપ્લાય
દિલ્હી: ભારતીય સેનાએ લેફ્ટનન્ટના પદ માટે ભરતીની જાહેરાત કરી છે.આ માટે બેચલર ઑફ એન્જિનિયરિંગ અને બેચલર ઑફ ટેક્નૉલૉજી કરતા હોય અથવા કર્યા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. જે પસંદગી માટે સીધો ઇન્ટરવ્યુ કરવામાં આવશે. જાણો તમામ સંપૂર્ણ વિગત આ અહેવાલમાં.
જાહેરનામું બહાર પાડ્યું
જો તમારે પણ ભારતીય સેનામાં નોકરી કરવાની ઈચ્છા છે તો તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તેમાં અરજી કરો. આ ભરતી માટે ભારતીય સેનાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે આ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી. ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ જ કરવામાં આવશે. ભારતીય સેનાએ જે જાહેરનામું બહાર પાડ્યું છે તે અનુસાર 2025માં શરૂ થતા 140મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC) માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
આ વિદ્યાર્થીઓ કરી શકે અરજી
ભારતીય સેનાની આ નોકરીની અરજી માટે તમારી પાસે B.Tech/BE પાસની ડિગ્રી જરૂરી છે. અથવા જે વિદ્યાર્થીઓ B.Techના છેલ્લા વર્ષમાં છે તેઓ પણ અરજી કરી શકે છે. જેમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા તમામ સેમેસ્ટરની માર્કશીટ સબમિટ કરવાની રહેશે. તેના માટે તમારે ભારતીય સેનાની વેબસાઇટ પર https://joinindianarmy.nic.in/ ની મુલાકાત લેવાની રહેશે. જે બાદ તમે તેમાં અરજી કરી શકશો. આ અરજી માટેની છેલ્લી તારીખ 9 મે 2024 છે.
આ ઉંમર હોવી જરૂરી
મહત્વની વાત એ છે કે આ નોકરી માટેની પસંદગી ઓનલાઇન જ કરવામાં આવશે. જો ઉમેદવારની પસંદગી થાય છે તો પસંદગી બાદ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ રેન્કના અધિકારીની પોસ્ટ પર સીધી નિમણૂક કરી દેવામાં આવશે. જે પણ આ ઇન્ટરવ્યુ માટે ફોર્મ ભરે છે તેની ઉંમર 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્વની અને ખાસ વાત એ છે કે આ ભરતી ડ્રાઇવ ફક્ત અપરિણીત પુરુષો માટે છે.
પસંદગી પછી શું થશે
આ ભરતી માટે જે ઉમેદવારોની પસંદગી કરાશે. બાદમાં દેહરાદૂન મોકલવામાં આવશે. જ્યાં 12 મહિનાની તાલીમ અપાશે. જેવી તાલીમ પૂર્ણ થાય છે, બાદમાં ભારતીય સેનામાં લેફ્ટનન્ટના પદ પર કાયમી કમિશન પર નોકરી આપી દેવામાં આવશે. પગાર રુપિયા 56,100 થી લઈને 1,77,500 મૂળ પગાર મળી રહેશે. 6 વર્ષ કામ કર્યા બાદ લેફ્ટનન્ટ કર્નલના પદ પર પ્રમોશન થશે અને ત્યારબાદ 13 વર્ષ બાદ કર્નલના પદ પર પ્રમોશન થશે. આગળ જઈને ભારતીય સેનામાં બ્રિગેડિયર વગેરેના પદ પર પ્રમોશન થઈ શકે છે.