June 30, 2024

સ્ટારલિંક ઇન્ટરનેટ 100 દેશોમાં પહોંચી ગયું

Starlink: આજના સમયમાં તમામ લોકોને ફાસ્ટ નેટની સુવિધા જોતી હોય છે. ત્યારે સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની સ્ટારલિંક હવે 100 દેશોમાં પહોંચી ગઈ હોવાની માહિતી એલોન મસ્કે આપી છે. આફ્રિકન દેશ સિએરા લિયોન 100મો દેશ બની ગયો છે જ્યાં સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે.

એલોન મસ્કે આપી માહિતી
સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની સ્ટારલિંક હવે 100 દેશોમાં પહોંચી ગઈ છે. આ માહિતી ખુદ એલોન મસ્કે આપી છે. આ સમાચાર પહેલા X પર શેર કરવામાં આવ્યું છે. Starlinkએ ટ્વિટર પર લખ્યું કે “આ વિશ્વભરમાં 100મો દેશ છે જ્યાં Starlinkની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એલોન મસ્કએ પણ X પર પોસ્ટને ટેગ કરતા લખ્યું કે “સ્ટારલિંક હવે 100 દેશોમાં ઉપલબ્ધ છે!

લાઇસન્સ મળ્યું
નેશનલ કમ્યુનિટી ઓથોરિટી ઓફ સિએરા લિઓન (NATCA) એ વર્ષ 2023 થી શરૂ થતા એક વર્ષ સુધી ટેકનિકલ મૂલ્યાંકન પછી સ્ટારલિંકને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. દેશના મુખ્ય પ્રધાન ડેવિડ મોઇનીના સેન્ગાહે તેને “સાર્વત્રિક જોડાણ અને શિક્ષણ પરિવર્તનના સરકારના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ગયા અઠવાડિયે જ શ્રીલંકામાં સ્ટારલિંક સેવાની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: જ્યારે તમે કૉલ કરશો ત્યારે 10થી વધુ નંબરો દેખાશે!

મસ્કએ આપી માહિતી
મસ્કએ પોસ્ટ કરીને X પર કરવામાં આવેલા આ ફેરફાર વિશે આ વિશેની માહિતી આપી હતી. જેમાં તેમણે લખ્યું કે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. તમારી લાઈક્સને હવે ખાનગી કરી દેવામાં આવી છે. હવે તમે કોઈ પણ ચિંતા વગર લાઈક કરી શકો છો. જેની પોસ્ટ હશે તેને જ ખબર પડશે કે યુઝર્સને કેટલી લાઈક્સ મળી છે અને કોણે કરી છે. બાકી કોઈને બતાવશે નહીં. તમને જણાવી દઈએ કે નોટિફિકેશન બારમાં જ કોમેન્ટ વિશે માહિતી મળી રહેશે. ખાસ વાત એ હશે કે તમે હવે માત્ર તમે જ પોસ્ટ પર આવતા તમામ પ્રકારના મેટ્રિક્સથી વાકેફ હશો.