July 7, 2024

કોહલીનો રેકોર્ડ જ નહીં પગાર પણ ‘વિરાટ’, રકમ જોઈને આંખ ચાર થઈ જશે

અમદાવાદ: ચાહકો આગામી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. કોહલી છેલ્લા કેટલાક સમયથી બ્રેક પર છે અને તે IPL દ્વારા ક્રિકેટમાં પરત ફરશે. પણ આઈપીએલ એક એવી ટુર્નામેન્ટ છે જે ખેલાડીઓને રાતોરાત કરોડપતિ બનાવી દે છે. વિરાટ કોહલીએ RCB સાથે 16 વર્ષ પૂરા કર્યા છે. આઈપીએલ (2008)ની શરૂઆતની આવૃત્તિમાં કોહલીને ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો હતો.

માસ્ટરસ્ટ્રોક સાબિત થયો
વિરાટ કોહલીને સાઈન કરવો RCB માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. આ સ્ટાર બેટ્સમેને તેની IPL કારકિર્દી દરમિયાન રેકોર્ડ બુકના પાના ભરી દીધા હતા. IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન કોહલી છે. તેણે આઈપીએલમાં સાત સદી ફટકારી છે, જે કોઈપણ બેટ્સમેન દ્વારા સર્વશ્રેષ્ઠ છે. વિરાટ કોહલીને 2008 થી 2024 દરમિયાન RCB તરફથી કેટલો પગાર મળ્યો હતો એને લઈને દર વર્ષે ચર્ચાઓ થાય છે. વિરાટ કોહલીને RCBએ 2008 IPLમાં 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કોહલીને અંડર-19 ડ્રાફ્ટમાં પસંદ કરવામાં આવ્યો હતો અને ત્યારે તેની બેઝ પ્રાઈસ માત્ર 10 લાખ રૂપિયા હતી. RCBએ કોહલીને ત્રણ સીઝન એટલે કે 2008, 2009 અને 2010 માટે 12 લાખ રૂપિયાનો પગાર ચૂકવ્યો હતો. આ પછી વસ્તુઓ બદલાઈ ગઈ.

 

કરોડપતિ કરોડપતિ બન્યા કોહલી
વર્ષ 2011ની સીઝનથી વિરાટ કોહલીના પગારમાં મોટો ફેરફાર થયો છે. IPL 2011, 2012 અને 2013ની સિઝનમાં RCBએ વિરાટ કોહલીને 8.28 કરોડ રૂપિયાનો પગાર ચૂકવ્યો હતો. વિરાટ કોહલીને કેપ્ટનશીપ મળી ન હતી, પરંતુ તેની બેટિંગે લોકોને પ્રભાવિત કર્યા હતા. વિરાટ કોહલીને 2013ની સીઝનમાં RCBનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમના પગારમાં પણ જબરદસ્ત વધારો થયો હતો. IPL 2014, 2015, 2016 અને 2017માં, ફ્રેન્ચાઇઝીએ સ્ટાર બેટ્સમેન કોહલીને 12.5 કરોડ રૂપિયાનો પગાર ચૂકવ્યો હતો. આ સિવાય ઈનામી રકમનો સરવાળો કરોડો રૂપિયામાં થાય છે.

સૌથી વધુ પગાર
IPL 2018 થી 2021 સુધી, વિરાટ કોહલીએ RCBમાં પોતાની શ્રેષ્ઠ કમાણી કરી. કોહલીને IPL 2018, 2019, 2020 અને 2021માં 17 કરોડ રૂપિયાનો પગાર મળ્યો હતો. કોહલીએ IPLમાં પ્રગતિના નવા ઝંડા ફરકાવ્યા હતા. IPL 2022માં વિરાટ કોહલીનો પગાર કાપવામાં આવ્યો હતો. RCBએ કારણ આપ્યું કે હરાજીમાં સારા બજેટના કારણે વિરાટ કોહલીની સેલેરીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. IPL 2022, 2023 અને 2024 માટે એટલે કે હાલમાં વિરાટ કોહલીને RCB તરફથી 15 કરોડ રૂપિયાનો પગાર મળી રહ્યો છે.