June 28, 2024

કોઈ રીતિ-રિવાજ નહીં, સાત ફેરા કે નિકાહ પણ નહીં, આ રીતે થશે સોનાક્ષી-ઝહીરના લગ્ન

Sonakshi Sinha And Zaheer Iqbal Wedding: આજે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્ન કરશે. બોલિવૂડના આ બંને કલાકારો 23 જૂને લગ્ન કરવાના છે. સોનાક્ષી સિન્હા હિંદુ છે, જ્યારે ઝહીર ઈકબાલ મુસ્લિમ છે. આવી સ્થિતિમાં બંનેના લગ્નને લઈને લોકો એ પણ જાણવા માંગે છે કે બંનેના લગ્ન કયાં રીતિ-રિવાજો સાથે થશે.

જ્યારથી સોનાક્ષી અને ઝહીરના લગ્નના સમાચાર સામે આવ્યા છે ત્યારથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અલગ-અલગ ધર્મના કારણે બંનેને લોકોને ટોણા સાંભળવા પડતા હતા. જો કે હવે લગ્ન પહેલા જ એવા સમાચાર સામે આવ્યા છે કે બંનેના લગ્ન કયા ધર્મ અનુસાર થશે કે અન્ય રીતે થશે. લગ્ન બાદ સોનાક્ષી મુસ્લિમ ધર્મ અપનાવશે કે નહીં? ચાલો તમને આ પ્રશ્નોના જવાબો આપીએ.

સૂત્રો અનુસાર, સોનાક્ષી સિન્હા લગ્ન માટે કે લગ્ન પછી પણ પોતાનો ધર્મ બદલશે નહીં. મુસ્લિમ ઝહીર સાથે લગ્ન કર્યા પછી પણ અભિનેત્રી હિન્દુ જ રહેશે. લગ્ન પછી પણ તે પોતાનું નામ બદલશે નહીં. સૂત્રો અનુસાર એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, સોનાક્ષીના લગ્ન ન તો મુસ્લિમ રિવાજ પ્રમાણે થશે કે ન તો હિંદુ ધર્મ પ્રમાણે. આ લગ્ન 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ લગ્ન હશે. આને કોઈપણ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આવી સ્થિતિમાં લગ્નમાં હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના કોઈપણ રિવાજોનું પાલન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: 15 હજાર કરોડના GST ફ્રોડમાં સામેલ મહિલા અબજોપતિની કોઇમ્બતુરથી ધરપકડ

સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે?
સ્પેશિયલ મેરેજ એ એક અધિનિયમ છે જે ભારતીય બંધારણ હેઠળ બે અલગ-અલગ ધર્મના લોકોને લગ્ન કરવાની મંજૂરી આપે છે. તે માત્ર હિન્દુઓ અને મુસ્લિમો માટે જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો માટે પણ કામ કરે છે. પરંતુ તેના માટે ભારતીય હોવું જરૂરી છે. જો કોઈ વિદેશમાં રહેતું હોય તો પણ તેના માટે ભારતીય હોવું જરૂરી છે.

આ નિયમોનું પાલન કરવું પણ મહત્વપૂર્ણ છે

– જ્યારે પણ લગ્ન થવાના હોય તો તેના 30 દિવસ પહેલા કોર્ટને નોટિસ આપવી પડે છે. કોર્ટ પોતે લગ્નની તારીખ નક્કી કરે છે.
– જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નોટિસ આપવામાં આવી છે ત્યાં પુરૂષ કે મહિલા બંનેએ 30 દિવસ સુધી રહેવું જરૂરી છે.
– બંને 30 દિવસ પછી કોર્ટમાં લગ્ન માટે માન્ય બની જાય છે. સ્ત્રી અને પુરૂષ બંનેએ લગ્ન રજીસ્ટ્રાર ઓફિસમાં સહી કરવાની રહેશે.
– સ્પેશિયલ મેરેજ એક્ટના કારણે લગ્નમાં કોઈ વિધિ કરવામાં આવતી નથી. આ એક કાયદાકીય પ્રક્રિયા હેઠળ થતા લગ્ન છે.