December 19, 2024

સુપ્રીમ કોર્ટે ઝાટક્યા બાદ Jharkhandના ભૂતપૂર્વ CM Hemant Soren વચગાળા જામીન અરજી પાછી ખેંચી

Hemant Soren: હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર જમીન કૌભાંડના કેસમાં મની લોન્ડરિંગનો આરોપ કરવામાં આવ્યો હતો. હાલ હેમંત સોરેન રાંચીની બિરસા મુંડા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ત્યારે હેમંત સોરેનને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના માટે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ઠપકો આપ્યો
હેમંત સોરેનને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે સોરેનની વચગાળાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હેમંત સોરેનને જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે સોરેનની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 જાન્યુઆરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ રાંચીની જેલમાં બંધ છે.

આ પણ વાંચો: કેજરીવાલ પર ધમકીભર્યા મેસેજ લખનાર વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ

નકારી કાઢવામાં આવી
આ પહેલા પણ 3મેના અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેણે ર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. આવો જ કેસ કેજરીવાલનો છે તેણે પણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર માટે વચગાળાના જામીન માંગ્યા હતા. કોર્ટે તેને આપી પણ દીધા હતા. સોરેન સામેની તપાસ રાંચીમાં 8.86 એકર જમીન સાથે જોડાયેલી છે. EDનો આરોપ છે કે તેને ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવી છે.