November 29, 2024

ગાંધીધામમાં પોલીસને પેટ્રોલિંગ સમયે મળી આવ્યો કરોડોની કિંમતનો માદક પદાર્થ

Gandhidham News: ગાંધીધામ જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેરના કેસને શોધી કાઢવા માટે તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન માદક પદાર્થ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે.

પેટ્રોલિંગ સમયે મળ્યો માદક પદાર્થનો જથ્થો
“NO DRUGS IN EAST KUTCH CAMPAIGN”માં એસ.ઓ.જી.ટીમ લાકડીયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયે વાહનોની ચેકીંગ કરતા સમયે ઈકો સ્પોટ કાર શંકાસ્પદ જણાઈ હતી. આ કારની તપાસ કરવામાં આવી હતી. કા૨મા બોનટના ભાગે આવેલ એર ફીલ્ટરના નિચેના ભાગેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કોકેઈન કુલ વજન 147.67 ગ્રામ મળી આવ્યો હતો. જેની કિંમત 1,47,67000/- થાય છે. આ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. લાકડીયા પોલીસ સ્ટેશન હવે આગળની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સામે પોલીસની લાલ આંખ, કરશે આ કાર્યવાહી

પકડાયેલ મુદ્દામાલની વિગત :
1 કોકેઈન નેટ વજન 147.67 કિમત રૂપિયા1,47,67000 /-
2 મોબાઈલ ફોન નંગ-૦6 કિ.રૂ.80,000/-
3 ઈકો સ્પોટ કાર -૦1 કિ.રૂ. 5,00,000/-
4 આધારકાર્ડ-૦1 કિ.રૂ.00/00
5પાન કાર્ડ નંગ-૦1કિં.રૂ. 00/00