બિહાર ચૂંટણી બાદ નીતિશ કુમાર ફરી પલટી મારશે, જાણો કોણે કરી આ ભવિષ્યવાણી

NITISH - NEWSCAPITAL

Bihar Assembly Elections: બિહારમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. આ દરમિયાન ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે મોટો દાવો કર્યો છે. પીકેએ આજે ભવિષ્યવાણી કરી કે, જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર ભાજપ સાથે ગઠબંધનમાં બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે, પરંતુ આ પછી તેઓ મુખ્યમંત્રી તરીકે વધુ એક કાર્યકાળની આશા સાથે પક્ષ બદલી શકે છે.

‘જો ખોટું સાબિત થાય, તો હું છોડી દઈશ…’
જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં જણાવ્યું હતું કે, 74 વર્ષીય નેતા એટલા અપ્રિય બની ગયા છે કે તેઓ સતત પાંચમી વખત સત્તામાં આવી શકતા નથી, ભલે તેઓ ગમે તે ગઠબંધનનો ભાગ હોય. કિશોરે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ નીતિશ કુમાર સિવાય નવેમ્બરમાં કોઈ પણ મુખ્યમંત્રી બની શકે છે. તમે આ મારી પાસેથી લેખિતમાં લઇ શકો છો. જો હું ખોટો સાબિત થઈશ, તો હું મારું રાજકીય અભિયાન છોડી દઈશ.

નીતિશ કુમાર ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડશે
વિધાનસભા ચૂંટણી અને મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત અંગે, કિશોરે કહ્યું કે નીતિશ કુમાર ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડશે. તેમણે પહેલા પણ આવું જ કર્યું છે, 2025ની ચૂંટણી સિવાય, જ્યારે મેં તેમના પ્રચારનું સંચાલન કર્યું હતું.

PM મોદી અને અમિત શાહને આપી આ ચેલેન્જ
પ્રશાંત કિશોરે PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચેલેન્જ આપી કે, જો ચૂંટણી પછી NDA સત્તામાં આવે તો નીતિશ કુમાર 5 વર્ષ માટે મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરે. જો તેઓ આમ કરશે તો બીજેપી માટે સીટો જીતવી મુશ્કેલ બની જશે.

નીતીશ કુમાર ભાજપ તરફથી ચૂંટણી લડીને ફરી પલટી મારશે
કિશોરે ભવિષ્યવાણી કરી હતી કે જ્યારે નીતીશ કુમારને ખબર પડશે કે બીજેપી તેમને બીજી ટર્મ માટે ટેકો નહીં આપે તો તેઓ પક્ષ બદલવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ JDU દ્વારા જીતવામાં આવેલી બેઠકોની સંખ્યા એટલી નિરાશાજનક હશે કે તેમને ટોચનું પદ નહીં મળે, ભલે તેઓ ગમે તે ગઠબંધનમાં સામેલ હોય.