વિશ્વાસ પ્રસ્તાવમાં નીતિશ સરકારની જીત, વિપક્ષનું વોકઆઉટ
Bihar Floor Test: બિહારની રાજનીતિ માટે આજનો દિવસ બહુ ખાસ હતો. નીતિશ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મતમાં જીત મેળવી છે. એનડીએ પક્ષમાં કુલ 129 વોટ પડ્યાં છે. ત્યારે વિધાનસભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. આ પહેલાં પટનામાં રાજનૈતિક ઉથલપાથલ જોવા મળી હતી. આરજેડી, કોંગ્રેસ સહિત મહાગઠબંધનમાં સામેલ તમામ ધારાસભ્યોને પટનામાં તેજસ્વી આવાસ પર રોકી રાખ્યા હતા, ત્યાં બીજેપી અને જેડીયૂ ધારાસભ્યોને ચાણક્ય હોટેલ અને પાટલિપુત્ર હોટેલમાં રાખ્યા હતા.
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટ છે. બહુમતનો આંકડો 122 છે, જ્યારે NDA પાસે 128 વિધાનસભા સભ્યો છે. જેમાં ભાજપ પાસે 78 સીટ, જેડીયૂ પાસે 45 સીટ, હિન્દુસ્તાની અવામ મોર્ચા પાસે 4 સીટ અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ સાથે છે. જ્યારે વિપક્ષ સાથે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈના 12, સીપીઆઈના 2, સીપીઆઈના 2 ધારાસભ્ય છે.
વિશ્વાસ પ્રસ્તાવ મામલે નીતિશનો જવાબ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા કહ્યુ હતુ કે, ‘અમે વિકાસનું કામ, લોકોના હિતમાં કામ કરતા રહીશું. 2021માં સાત નિર્ણય શરૂ કર્યા, આજે કેટલો ફાયદો થયો છે. આ બધું અમે ચાલુ રાખીશું. બિહારમાં વિકાસ થશે. સમાજના દરેક વર્ગને ધ્યાને રાખવામાં આવશે. આ લોકોનું ગમે તે થશે, અમે આ લોકોને ઇજ્જત આપી છે અને અમને જાણવા મળ્યું છે કે, લોકો કમાણી કરી રહ્યા છે. આજસુધી જ્યારે આ પાર્ટીના લોકો અમે સાથે હતા, અમે આમ-તેમ નથી કર્યું. અત્યારેય તમે એક જ જગ્યાએ બધાને જોઈ રહ્યા છો. ક્યાંથી રૂપિયા આવ્યા છે તેની અમે તપાસ કરીશું. યાદ રાખજો, તમારા લોકોની પાર્ટી બરાબર નથી કરી રહી. ધ્યાન રાખજો. જ્યારે તમને કોઈ સમસ્યા થાય, ત્યારે આવીને મળજો અને અમે તમારી સમસ્યાનું સમાધાન કરી આપીશું. અમે બધાનું ધ્યાન રાખીએ છીએ. પરંતુ રાજ્યના હિતમાં કામ કરીએ છે, રાજ્યના હિતમાં કામ થશે. અમે ત્રણ લોકો સાથે રહીશું અને ત્રણેય કામ કરીશું.’