November 23, 2024

મુકેશ અંબાણી રિલાયન્સના આ કર્મચારીને આપે છે સૌથી વધુ સેલેરી, જાણો કોણ છે તે?

રિલાયન્સમાં નિખિલ મેસવાણી (Nikhil Meswani)ને સૌથી વધુ પગાર મળે છે.

નવી દિલ્હીઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh ambani) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance)ના ચેરમેન છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 920,920 કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ દેશના સૌથી મૂલ્યવાન ગ્રુપોમાંનું એક છે. રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 1,887,000 કરોડથી વધુ છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીઓ દ્વારા વિવિધ વ્યાપારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મુકેશ અંબાણીને આમાં તેમના પરિવારના સભ્યો જેવા કે નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી અને કેટલાક નજીકના સહયોગીઓ પાસેથી મદદ મળે છે. મુકેશ અંબાણીના ત્રણેય બાળકો રિલાયન્સના બોર્ડમાં છે. પરંતુ શું તમે જાણો છો કે કંપનીમાં સૌથી વધુ પગાર કોને મળે છે? રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સમાં નિખિલ મેસવાણી (Nikhil Meswani)ને સૌથી વધુ પગાર મળે છે. નિખિલ મુકેશ અંબાણીના નજીકના સહયોગીઓમાંના એક છે.

કોણ છે નિખિલ મેસવાણી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિખિલ મેસવાણીની વાર્ષિક સેલેરી 24 કરોડ રૂપિયાથી વધુ છે. નિખિલ મેસવાણીના પિતા રસિકલાલ મેસવાણી ધીરુભાઈ અંબાણીના પિતરાઈ ભાઈ હતા. તેઓ મુકેશ અંબાણીના પ્રથમ બોસ અને માર્ગદર્શક અને રિલાયન્સના સ્થાપક નિર્દેશકોમાંના એક પણ હતા. નિખિલનો પગાર પરિવારના અન્ય સભ્યો કરતાં વધુ છે. તેમણે રિલાયન્સમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે કંપનીના પેટ્રોકેમિકલ્સ વિભાગ પર વધુ ધ્યાન આપે છે. નિખિલ વર્ષ 1986માં રિલાયન્સનો ભાગ બન્યા હતા. 1 જુલાઈ, 1988થી નિખિલને કંપનીના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનવાની સાથે ફુલ ટાઈમ ડિરેક્ટરનું પદ પણ મળ્યું હતું. રિલાયન્સને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એક વિશાળ કંપની બનાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મુકેશ અંબાણી કરતા વધુ પગાર
મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમણે ગયા નાણાકીય વર્ષમાં કોઈ પગાર લીધો ન હતો. વર્ષ 2020-21માં મુકેશ અંબાણીની સેલેરી શૂન્ય હતી. આ પહેલા નાણાકીય વર્ષ 2019-20માં તેમનો વાર્ષિક પગાર 15 કરોડ રૂપિયા હતો. આવી સ્થિતિમાં જોઇએ તો નિખિલ મેસવાણીને મુકેશ અંબાણી કરતા વધુ પગાર મળી રહ્યો છે.