NewsCapital EXCLUSIVE: કેવી રીતે મહેશ લાંગાએ સરકારને લગાવ્યો કરોડોનો ચૂનો!
Mahesh Langa Gst Fraud Case: 11 કરોડના GST કૌભાંડના કેસને લઈને NewsCapitalને EXCLUSIVE માહિતી મળી છે. આ કેસમાં 30 જેટલી બોગસ પેઢીમાંથી કોઈપણ પ્રકારના માલ સામાનની ખરીદી વગર અલગ-અલગ પેઢીના નામે આશરે 11 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. 60 કરોડની રકમના 1800થી વધુ ખોટા ઇ-વે બિલ મેળવીને બિલ GST વિભાગમાં રજૂ કરી 11 કરોડની રકમની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે. આ ઈનપુટ ટેક્સ ક્રેડિટ પરત કરીને સરકાર સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં સરકારે 10 લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
રાજ્યમાં GST કૌભાંડના કેસને લઈને #NewsCapital પાસે EXCLUSIVE માહિતી… જુઓ, સમગ્ર અહેવાલ. #MaheshLanga #GST #Scam pic.twitter.com/uiz3p2TTx7
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 5, 2025
GST કૌભાંડમાં આરોપી પત્રકાર મહેશ લાંગાની કરતૂતોનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે, GST કૌભાંડ કેસમાં મહેશ લાંગાની ધરપકડ 8મી ઓક્ટોબરે કરવામાં આવી હતી. મહેશ લાંગા મૂળ ભાણવડનો રહેવાસી છે અને અમદાવાદમાં બોડકદેવમાં રહેતો હતો. સરકાર સાથે છેતરપિંડી કરીને ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું આ કૌભાંડ હતું.
મહેશ લાંગાએ કેવી રીતે કૌભાંડ કર્યું?
- ડી.એ.એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલક તરીકે મહેશ લાંગાનું નામ.
- મહેશ લાંગાએ પેઢીના નફાને ઓછો બતાવી ખોટી ખરીદીના બિલ બતાવ્યા.
- ટેક્સની ચોરી અને GST ટેક્સ ક્રેડિટ મેળવવા બનાવટી સ્ટેમ્પ અને ભાડા કરાર કર્યો.
- ધ્રુવી એન્ટરપ્રાઇઝ પેઢી જે ખરેખર સ્થળે અસ્તિત્વ જ ન હોવાનો ખુલાસો થયો.
- વિજય નંદાણિયા મારફતે રમેશ ભેટરિયાનો સંપર્ક કર્યો હતો.
- 43 લાખ 35 હજાર 949ની ખોટા ઇ-વે બિલ મેળવ્યા.
- ખોટા બિલ મારફતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી.
- ખોટા ઇ-વે બિલ મુજબની રકમના નાણાકીય વ્યવહારને સાચો બતાવવા ધ્રુવી એન્ટરપ્રાઇઝમાંથી પેમેન્ટ કર્યું.
- કેયૂર શાહના નામે યસ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં પેમેન્ટ કર્યું.
- તે રૂપિયા ગૌરવ શાહની આંગડિયા પેઢીના ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા.
- આરોપી સુધીર રૈયાણીના ભૂમિ ટ્રેડર્સના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા.
- તે રૂપિયા આરોપી રમેશ ભેટરિયા મારફતે રોકડ પરત મેળવ્યા.
- બાદમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ પરત કરી દઈને સરકાર સાથે ટેક્સચોરી કરી.
- સરકાર સાથે છેતરપિંડી કરી અને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું.