News capital Reality check: AMCના 7 લાખથી વધુના ખર્ચે વસાવવામાં આવેલા હેલ્થ ATM શોભાના ગાંઠિયા સમાન

Ahmedabad: AMCના હેલ્થ ATM પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરો પર મુકવામાં આવેલા હેલ્થ ATM મશીન શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. એએમસીના આરોગ્ય વિભાગે એક વર્ષ પહેલાં 50 લાખથી વધુના ખર્ચે સાત ઝોનના 7 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર હેલ્થ ATM મશીન મૂક્યા હતા. આ હેલ્થ ATM મશીનમાં લિપિડ પ્રોફાઈલ સહિત 11 ટેસ્ટ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ માત્ર ઘરે કરી શકાય તેવા તાવ, સુગર, બીપી અને ઓક્સિજન લેવલના ચાર ટેસ્ટ જ થાય છે. આ ટેસ્ટ પણ મશીનને બદલે મેન્યુઅલ જ કરાય છે.
જોકે, મશીનનો ઉપયોગ માત્ર રજીસ્ટ્રેશન કરવા પૂરતો જ થાય છે. હેલ્થ ATM મશીન વાઇફાઇ સાથે કનેક્ટ ન હોવાથી બંધ હાલતમાં છે. વાઇફાઇ કનેક્શન ન મળતા મશીનો બંધ છે. આ હેલ્થ એટીએમમાં બીપી, હૃદયના ધબકારા, ઈસીજી સહિત 11 ટેસ્ટ કરવાની સુવિધાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હેલ્થ એટીએમ પર ઘરે થઈ શકે તેવા બીપી, સુગર, તાવ અને લોહીમાં ઓક્સિજનના 4 ટેસ્ટ કરી શકાય છે. ખાડિયા અને બોડકદેવ ખાતેના હેલ્થ સેન્ટરમાં વાઈફાઈની સુવિધા ન હોવાથી કર્મચારીઓએ પોતાના મોબાઈલ નેટથી હેલ્થ એટીએમ ચલાવવું પડે છે. સ્પીડ ઓછી પડતાં મોટાભાગના ટેસ્ટ થઈ શકતા નથી. લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ માટે એસીની જરૂર હોય છે પણ કેન્દ્રોમાં એસી ન હોવાથી આ ટેસ્ટ પણ થઈ શકતો નથી.
નોંધનીય છે કે, 7 લાખથી વધુના ખર્ચે વસાવવામાં આવેલા હેલ્થ એટીએમ અંતે શોભાના ગાંઠિયા પૂરવાર થઈ રહ્યા છે. હેલ્થ એટીએમમાં બ્લડપ્રેશર, તાવ, લોહીમાં ઓક્સિજન, હાર્ટબીટ માપવી, ઈસીજી, ડાયાબિટીસનો ટેસ્ટ, બીએમઆઈ, હિમોગ્લોબિન લેવલ, કોલેસ્ટ્રોલ, યુરિન ટેસ્ટ અને લિપિડ પ્રોફાઈલ જેવા પરીક્ષણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ એકપણ હેલ્થ એટીએમમાં આ તમામ ટેસ્ટ થતાં નથી. ATM હેલ્થ મશીન બંધ હોવા અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે વાઇફાઇ કનેક્શન અને ACની સુવિધા ન હોવાને કારણે ટેસ્ટ થતા નથી. હાલ આ મશીનને પ્રાયોગિક ધોરણે લગાવ્યા છે અને એક્યુરેટ રિપોર્ટ નથી આવતા તેને લઈ પ્રયાસ ચાલુ છે. હેલ્થ ATMમાં એક વર્ષ દરમિયાન માત્ર 7600 લોકોએ જ રિપોર્ટ કરાવ્યા છે..
ક્યાં સેન્ટરમાં કેટલા લોકોએ ટેસ્ટ કરાવ્યા
બોડકદેવ – 3839
ઈસનપુર – 499
નવરંગપુરા -190
સાઉથ બોપલ – 1041
વિરાટનગર -216
ન્યુ સરદારનગર – 902
ખાડિયા – 972
કુલ 7659