December 23, 2024

મોદી સરકારની નવી યોજના, આ મહિલાઓને દર મહિને મળશે રૂ.1 હજાર!

છત્તીસગઢ: લોકસભાની ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવાની છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓ માટે એક જાહેરાત કરી છે. તે જાહેરાતમાં મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય આપવાની વાત કરવામાં આવી છે. તો જાણી લો કેવી રીતે આ યોજનાનો તમે લાભ લઈ શકો છો.

મહિલાઓને ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છત્તીસગઢની મહિલાઓને એક મોટી ભેટ આપવામાં આવી છે. આ યોજનાનો લાભ તમે ઓનલાઈન અરજી કરીને લઈ શકો છો. તેના માટે તમારે કોઈ જગ્યાએ જવાની પણ જરૂર નથી. સરકારની વેબ પર તમારે જવાનું રહેશે. ત્યાં તમને મહતરી વંદન યોજના વિભાગમાં જવાનું રહેશે. સાઇટ ખુલતાની સાથે જ તમને ‘એપ્લિકેશન ફોર્મ’નો વિકલ્પ દેખાશે. ત્યાર બાદ તમારે અહીં ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ ફોર્મને તમે ઓનલાઈન ભરી દો. ત્યાર બાદ તમે તેમાં દસ્તાવેજો અપલોડ કરી દો. જો તમારાથી ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યું નથી તો તમારે તમારી ગ્રામ પંચાયતમાં અથવા આંગણવાડીમાં જઈને આ ફોર્મ સબમિટ કરી શકો છો.

કયા દસ્તાવેજોની જરૂર પડશે?
જો તમે આ યોજના માટે અરજી કરવા માંગો છો તમારે ઘણા બધા દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં તમારે બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ સાથે વેરિફિકેશન કરાવેલું હોવું જોઈએ. જો તમારી પાસે આ તમામ દસ્તાવેજ છે તો તમારી અરજી સરળતાથી થઈ જશે અને તમે આરામથી આ યોજનાનો લાભ લઈ શકો છો. તમને જણાવી દઈએ આ યોજના છત્તીસગઢની સ્થાનિક મહિલાઓ માટે જ છે. મહત્વની વાત એ છે કે જે મહિલાઓને આ યોજનાનો લાભ લેવો છે તે મહિલા પરિણીત હોવી જોઈએ. છૂટાછેડા મહિલાઓને પણ આ સાભ મળી રહેશે. જોકે જે મહિલાઓ સરકારી નોકરી અથવા એમના પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરે તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે.