January 16, 2025

New Postal Law: ભારતમાં લાગુ થયા નવા પોસ્ટલ લૉ, જાણો શું છે નવું!

New Postal Law: કેન્દ્ર સરકારે નવા પોસ્ટલ કાયદા, ડાકઘર અધિનિયમ 2023ની જોગવાઇઓને 18 જૂનથી અમલમાં મૂકવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. સંચાર મંત્રાલયની જાહેરાત મુજબ ‘ડાકઘર અધિનિયમ 2023’ 18 જૂન 2024થી અમલમાં મૂકવામાં આવ્યા છે અને ભારતીય ડાકઘર અધિનિયમ 1898ને નિરસ્ત કરશે. ડાકઘર અધિનિયમ 2023 10 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને 4 ડિસેમ્બર 2023ના રોજ પાસ કરવામાં આવ્યા હતા. બાદમાં આ વિધેયક 12 અને 18 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યા હતા.

કેમ અમલમાં મુકાયા નવા નિયમો?

આ અધિનિયમને 24 ડિસેમ્બર 2023ના રોજ ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે અને ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યા. ભારત, અસાધારણ, ભાગ 2, કલમ-1 તારીખ 24 ડિસેમ્બર 2023, કાયદા અને ન્યાય મંત્રાલય (કાયદાકીય વિભાગ) દ્વારા સામન્ય જાણકારી માટે. અધિનિયમનો હેતુ નાગરિક કેન્દ્રિત સેવાઓની ડિલિવરી અને છેલ્લા માઈલ સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે એક સરળ કાયદાકીય માળખું બનાવવાનો છે, જેનાથી જીવન સરળ બનાવી શકાય. ડાકઘરને પહેલા આપવામાં આવેલ પત્રોને એકત્રિત કરવાનો, પ્રોસેસ કરવાનો અને વિતરણ કરવાનો વિશિષ્ટ વિશેષાધિકાર ખતમ કરવામાં આવ્યો છે.

શું છે નવા નિયમોમાં?

“મહત્તમ શાસન અને લઘુત્તમ સરકાર”ને પ્રોત્સાહન આપવા માટે ડાકઘર અધિનિયમ 2023માં કોઈ જ દંડાત્મક જોગવાઈ નથી કરવામાં આવી, જે આજે લાગુ થાય છે. નવા બનાવવામાં આવે પોસ્ટલ કાયદાઓ વસ્તુઓનું સરનામું, સરનામા ઓળખકર્તાઓ અને પોસ્ટલ કોડના ઉપયોગ માટેના ધોરણો નક્કી કરવા માટે રૂપરેખા રજૂ કરે છે.