October 5, 2024

ભારત-બ્રિટન FTAનો નવો રસ્તો ખુલશે…, નવા બ્રિટિશ વિદેશમંત્રીની ભારત આવવાની ઈચ્છા

Britain: બ્રિટનમાં લેબર પાર્ટી ફરી સત્તા પર આવી છે. કીર સ્ટાર્મર બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. તેમણે ડેવિડ લેમીને વિદેશ સચિવ (વિદેશ મંત્રી) નિયુક્ત કર્યા છે. તેઓ પહેલેથી જ ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ખૂબ જ અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને “મિત્ર” ગણાવ્યા અને ગત સપ્તાહે એક મહિનાની અંદર ભારત આવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.

બ્રિટનના નવા વિદેશ મંત્રી ડેવિડ લેમી ગયા અઠવાડિયે લંડનમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે, તેમણે ભારતની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી બન્યા બાદ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને બંને દેશો વચ્ચે એન્ગેજમેન્ટ વધારવા અને ભાગીદારીને મજબૂત કરવાની વાત કરી હતી.

દિવાળી 2022માં ફાઇનલ થવાની હતી FTA ડીલ
બ્રિટિશ વિદેશ સચિવનો હોદ્દો સંભાળ્યા બાદ ડેવિડ લેમીએ કહ્યું કે, વિદેશ, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ અફેર્સ માટે સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નિયુક્ત થવું મારા જીવનભરનું સન્માન છે. ભારત અને બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ ડીલ પર બોરિસ જ્હોન્સનને ઘેરતા તેમણે કહ્યું હતું કે, “ઘણી દિવાળીઓ ટ્રેડ ડીલ વિના આવી અને ગઈ, ઘણા બિઝનેસ તેની રાહ જોઈ રહ્યા છે.” વાસ્તવમાં, આ ટ્રેડ ડીલ જોન્સનના કાર્યકાળથી પેન્ડિંગ છે, જેમણે દિવાળી 2022 સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવાનું વચન આપ્યું હતું.

બ્રિટિશ મંત્રીએ ભારતીય મંત્રીઓને કરી અપીલ
બ્રિટિશ મંત્રીએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, “નાણામંત્રી સીતારમણ અને મંત્રી પિયુષ ગોયલને મારો સંદેશ છે કે લેપર પાર્ટી આગળ વધવા માટે તૈયાર છે. ચાલો આપણે આખરે ફ્રી ટ્રેડ ડીલ પૂર્ણ કરીએ.” ભારતને બ્રિટન માટે પ્રાથમિકતા ગણાવતા ડેવિડ લેમીએ આર્થિક, તકનીકી અને સાંસ્કૃતિક “સુપર પાવર” ગણાવ્યું છે.

બ્રિટિશ મંત્રીએ ભારતને ગણાવ્યું સુપરપાવર
ડેવિડ લેમીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે લેબર સાથેર બોરિસ જ્હોન્સનને દ્વારા એશિયામાં રુડયાર્ડ કિપલિંગની જૂની કવિતાનું પુનરાવર્તન કરવાના દિવસો ખતમ થઈ ગયા છે. જો હું ભારતમાં કોઈ કવિતા વાંચીશ, તો તે ટાગોરની હશે… કારણ કે ભારત જેવી સુપરપાવર સાથે સહકાર અને શીખવાનો ક્ષેત્રો અમર્યાદિત છે.”