કોણ છે ફ્રેડરિક મર્જ? કન્ઝર્વેટિવ નેતા જર્મનીના નવા ચાન્સેલર બનીને ઇતિહાસ રચશે

New German Chancellor: જર્મનીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યૂનિયનના નેતા ફ્રેડરિક મર્જે મોટી જીત હાંસલ કરી છે. તેમની પાર્ટીના ગઠબંધન સીડીયૂ-સીએસયૂએ 28.5 ટકા વોટ હાંસલ કર્યા છે. તેમણે હાલના ચાન્સેલર ઓલાફ શોલ્જની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસડીપી)ને પાછળ છોડી દીધી છે.
કોણ છે ફ્રેડરિક મર્જ?
ફ્રેડરિક મર્જનો જન્મ 11 નવેમ્બર 1955ના દિવસે જર્મનીના બ્રિલોન શહેરમાં થયો હતો. તેમનો પરિવાર કાયદાક્ષેત્ર સાથે જોડાયેલો છે. તેમણે 1976માં વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો હતો અને 1972માં સીડીયૂ પાર્ટી સાથે જોડાયા હતા. 1981માં તેમણે જજ શાર્લોટ મર્જ સાથે લગ્ન કર્યા હતા. તેમને હાલમાં ત્રણ સંતાન છે.
ફ્રેડરિક મર્જની રાજનીતિક સફર
1989 – યૂરોપીય સંસદ માટે ચૂંટાયા.
1994 – જર્મન સંસદ બુંડેસ્ટાગ માટે જીત્યા.
2000 – સીડીયૂ પાર્ટીના સંસદીય નેતા બન્યા, પરંતુ 2002માં આ પદ એન્જલા મર્કેલને સોંપવું પડ્યું હતું.
2005 – સીડીયૂ અને એસપીડીના ગઠબંધનની સરકાર બન્યા બાદ રાજનીતિમાં હાંસિયામાં ધકેલાઈ ગયા.
2009 – સક્રિય રાજનીતિ છોડીને કાયદો અને વિત્ત ક્ષેત્રે કરિયર બનાવ્યું.
રાજનીતિમાં ફ્રેડરિક મર્જની વાપસી
2018 – એન્જલા મર્કેલના સંન્યાસની જાહેરાત પછી રાજકારણમાં પાછા ફર્યા, પરંતુ સીડીયૂ અધ્યક્ષની ચૂંટણી હાર્યા.
2020 – બીજીવાર પ્રયત્ન કર્યો પણ પાર્ટીએ અરમિન લાશેટને પસંદ કર્યા.
2021 – ત્રીજીવાર ચૂંટણી લડ્યા અને સંસદમાં પાછા ફર્યા, પરંતુ પાર્ટી ચૂંટણી હારી ગઈ.
2022 – ફ્રેડરિક મર્જ સીડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.
ફ્રેડરિક મર્જની પ્રાથમિકતા શું છે?
ફ્રેડરિક મર્જ ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક વલણ રાખનારા છે. આ સિવાય તેઓ જર્મનીની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા પર ભાર આપી રહ્યા છે. હવે તેમની સામે સૌથી મોટો પડકાર છે કે ગઠબંધનની સરકાર કેવી રીતે બનાવવી, જેથી જર્મનીની સત્તા સંભાળી શકાય. તેમની વાપસી સાથે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પહેલીવાર એક અતિવાદી દક્ષિણપંથી દળ દેશમાં સત્તામાં સત્તારૂઢ થઈ રહ્યું છે.