December 21, 2024

Lausanne Diamond Leagueમાં નિરજનો 89.49 મીટરનો થ્રો, સિઝનનો સૌથી શ્રેષ્ઠ થ્રો

Lausanne Diamond League 2024: ભારતના સ્ટાર એથ્લેટ નિરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ દેશ માટે લાવ્યો હતો. હવે લૌઝેન ડાયમંડ લીગમાં તે બીજા સ્થાને રહ્યો હતો. નિરજ 89.49 મીટરનો છેલ્લો થ્રો ફેંક્યો હતો, જ્યારે ગ્રેનાડાનો પીટર એન્ડરસન 90 મીટરથી વધુના થ્રો સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો.

શાનદાર પ્રદર્શન કર્યું
આ સમગ્ર ઈવેન્ટમાં ભારતનો આ સ્ટાર એથ્લેટ માત્ર એક જ વાર 85 મીટરનું અંતર પાર કરી શક્યો હતો. તેનો ચોથો થ્રો 82.34 મીટર હતો. આ પછી નિરજે જબરદસ્ત સુધારો કર્યો હતો અને 85 મીટરનું અંતર પાર કરીને ફરીથી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. છેલ્લા પ્રયાસમાં નિરજે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો અને 89.49 મીટર બરછી ફેંકી અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પેરિસમાં નિરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લૌઝેન ડાયમંડ લીગ 2024માં નિરજ ચોપરાના તમામ 6 થ્રો 

  • પ્રયાસ 1 – 82.10 મીટર
  • પ્રયાસ 2 – 83.21 મીટર
  • પ્રયાસ 3 – 83.13 મીટર
  • પ્રયાસ 4 – 82.34 મીટર
  • પ્રયાસ 5 – 85.58 મીટર
  • પ્રયાસ 6 – 89.49 મીટર (સિઝન શ્રેષ્ઠ)

આ પણ વાંચો: અસલી કુશ્તી છોડી હવે ‘રાજકીય દંગલ’માં એન્ટ્રી? વિનેશ ફોગાટ ફોર્મ ભરે એવા એંધાણ નક્કી

લૌઝેન ડાયમંડ લીગ 2024માં અંતિમ ક્રમાંક

  • એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 90.61 મી
  • નિરજ ચોપરા (ભારત) – 89.49 મીટર
  • જુલિયન વેબર (જર્મની) – 87.08 મી