September 10, 2024

Neeraj Chopra Final Date Time: નીરજ ચોપરા આજે આ સમયે ઉતરશે મેદાનમાં

Neeraj Chopra Final Today: ભારતના સુપરસ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ​​અજાયબી કરી બતાવી છે. તેણે પોતાનો જ રેકોર્ડ તોંડી નાંખ્યો હતો. નીરજે તેના પ્રથમ પ્રયાસમાં જ ફાઈનલ માટે તેની સીટ સુરક્ષિત કરી લીધી હતી. ત્યારે ફરી એકવાર નીરજ આજના દિવસે મેદાનમાં ઉતરશે. આવો જાણીએ તેની મેચ કયા સમયે હશે.

નીરજે પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કર્યો 
ઓલિમ્પિક 2020 સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ ગ્રુપ B ક્વોલિફિકેશનના તેના પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરના અદભૂત થ્રો સાથે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. તમામની નજર નીરજ પર હતી. આખરે તે તમામની અપેક્ષા પર ચોક્કસ ખરો ઉતર્યો હતો. તેણે પ્રથમ થ્રોમાં 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કને મોટા માર્જિનથી પાર કરીને પોતાના ટાઇટલના બચાવમાં શાનદાર શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે સીધો ફાઈનલમાં પહોંચનાર ખેલાડીઓમાં સૌથી વધુ થ્રો પણ તેનો હતો.

આ પણ વાંચો: વિનેશ ફોગાટના નામે છે આ મોટો રેકોર્ડ, કોઈપણ મહિલા રેસલર માટે તોડવો મુશ્કેલ

ફાઇનલમાં પ્રવેશ કરશે
ફાઈનલમાં 12 ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો યોજાશે. આ મેચ હવે ભારતીય સમય પ્રમાણે રાત્રે 1 વાગે રમાશે. એવી સંભાવના છે કે નીરજ ફરી એકવાર ગોલ્ડ લાવશે. આ સાથે તે ભારત માટે સતત બે વખત ગોલ્ડ જીતનાર ખેલાડી પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતે માત્ર ટીમ ઈવેન્ટ્સમાં જ ગોલ્ડ બેક ટુ બેક જીત્યો છે, પરંતુ આ વખતે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં પણ આવું જ જોવા મળશે.