નીમરાના હોટેલ ફાયરિંગ કેસ, NIAએ વધુ 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલા સાથે જોડાયેલા નીમરાના હોટેલ ફાયરિંગ કેસમાં વધુ ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.
એજન્સીએ શનિવારે જયપુરની NIA સ્પેશિયલ કોર્ટ સમક્ષ ધર્મેન્દ્ર સિંહ, ગૌરવ અને દીપકનું નામ UA (P) એક્ટ 1967ની કલમ 18 અને 20 હેઠળ રજૂ કર્યું હતું. આ સાથે NIAએ અત્યાર સુધીમાં RC 01/2024/NIA/JPR કેસમાં કુલ છ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. જે અર્શ દલા અને અન્ય લોકો સાથે જોડાયેલા કાવતરા સંબંધિત છે.
ગયા મહિને NIA દ્વારા સચિન ઉર્ફે પ્રવીણ ઉર્ફે ધોલિયા, યોગેશ ઉર્ફે મોનુ અને વિજય ઉર્ફે કાલે તરીકે ઓળખાતા ત્રણ અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે શરૂઆતમાં આ કેસમાં સાત અન્ય વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ NIAએ તપાસ પોતાના હાથમાં લઈ લીધી હતી અને હાલ પણ આ મામલે તપાસ ચાલુ છે.