નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ધરીને નવા વર્ષની શરૂઆત
જીગર નાયક, નવસારી: નવસારી શહેરને અડીને આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે નવા વર્ષની શરૂઆત ભગવાનને અન્નકૂટ ધરીને થઈ છે. સત્સંગીઓ દ્વારા હજારથી વધુ વાનગીઓનો બનાવેલો અન્નકૂટને જોવા તેમજ ભગવાનના દર્શન કરવા માટે હજારો હરિભક્તો મંદિરે ઉમટી પડ્યા છે.
BAPS સંસ્થાના ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરોમાં મંદિરો આવ્યા છે. જેમાં દિવાળીના તહેવાર નિમિત્તે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. નવસારી શહેરને અડીને આવેલા નેશનલ હાઇવે નંબર 48 પાસે બનેલા અદભુત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ વિવિધ કાર્યક્રમોની આજથી શુભ શરૂઆત થઈ છે. આરસપહાણના પથ્થરોથી બનેલું મનમોહન મંદિર હરિભક્તો તેમજ અન્ય સહેલાઈઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રમુખસ્વામીના સ્વપ્ન સમાન આ મંદિર 2019 માં લોકાર્પિત થયું હતું ત્યારથી આ મંદિરમાં દર તહેવાર નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
ખાસ કરીને દિવાળી અને બેસતા વર્ષના દિવસે લાઈટ એન્ડ સાઉન્ડ સહિત હજારો વાનગીઓ ભગવાન સ્વામિનારાયણને ધરાવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો બેસતા વર્ષના દિવસે મંદિરની મુલાકાત કરી છે. મંદિરમાં હરિભક્તો દ્વારા કુલ 1371 જેટલી વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે. સવારથી એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભક્તો મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો.
આ વર્ષે પણ BAPS સંસ્થા દ્વારા કુલ 1000 થી વધુ વાનગીઓ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અન્નકટ સ્વરૂપે ધરવામાં આવી છે, સાથે જ લાઈટ સાઉન્ડ રાત્રિના સમયે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરશે મંદિરના મહંત દ્વારા તમામ લોકોને મંદિરની મુલાકાત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.