ન્યાય નહીં મળે તો… હિન્દુ યુવકને મુસ્લિમ યુવકો દ્વારા માર મારવા મામલે નવઘણજી ઠાકોરની ચીમકી

Banaskantha: બનાસકાંઠાના બસુ ગામના હિન્દુ યુવકને મુસ્લિમ સમાજના યુવકો દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોર સહિત સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોચ્યા હતા. જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી ન્યાયની માંગણી સાથે આવેદન પત્ર આપ્યું છે.
મળતી માહિતી અનુસાર હિન્દુ યુવક મુસ્લિમ સમાજના યુવકના બાઈક પર બેસતા 200થી 250 લોકોના ટોળાએ ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. 15 ફેબ્રુઆરીએ પોલીસને ફરિયાદ કરવા છતાં માર મરનાર ટોળા સામે કોઈ કાર્યવાહી ના થઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જોકે, આ ઘટનાને લઈને નવઘણજી ઠાકોરે ચીમકી આપી છે કે 25 ફેબ્રુઆરી સુધીમાં ન્યાય નહીં મળે તો એસ.પી કચેરી આગળ ધરણા કરી ન્યાય મેળવીશું.
આ પણ વાંચો: નહીં મળે છૂટ… ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીન જેવા દેશ પર જલદી લાદશે ટેરિફ