સાઉદી અરેબિયાએ PM મોદીનું હવામાં કર્યું ખાસ સ્વાગત, વીડિયો આવ્યો સામે

Narendra Modi: પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત માટે રવાના થઈ ગયા છે. આ સમયે સાઉદી અરેબિયન વાયુસેનાએ પીએમ મોદીના વિમાનને ખાસ સુરક્ષા પૂરી પાડી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાઉદી અરેબિયન એરફોર્સના વિમાનો પણ પીએમ મોદીના વિમાન સાથે ઉડતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: IPL 2025: એક મેચ માટે ચીયરલીડર્સને કેટલા રુપિયા મળે છે?
મોદીની સાઉદી અરેબિયાની ત્રીજી મુલાકાત
પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત સાઉદી અરેબિયાની મુલાકાતે છે. પહેલીવાર મોદી ઐતિહાસિક શહેર જેદ્દાહની મુલાકાત લેશે. મોદીના આગમન પહેલા, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રોમાં વધારાના કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવ્યા છે. સાઉદી અરેબિયા જતા પહેલા પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લઈશ.