June 30, 2024

Modi Oath Ceremony: પદ સંભાળતા પહેલાં શપથ શા માટે લેવામાં આવે છે?

Narendra Modi Oath Ceremony: આજે સાંજે મોદી ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. તેમની સાથે ઘણા સાંસદો પણ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લેશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશની સાથે દુનિયાના કદાવર નેતાઓ મહેમાન બનીને આવ્યા છે. પરંતુ શુ તમને ખબર છે કે શા માટે શપથ લેવામાં આવે છે? તેના નિયમો શું છે? આવો જાણીએ.

ત્રીજી વખત સાંભળવા મળશે
હું નરેન્દ્ર દામોદર દાસ મોદી… આ અવાજ અને આ શબ્દો તમને ફરી ત્રીજી વખત સાંભળવા મળશે. આજે મોદી સાંજે તેમના ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. તમને સવાલ થશે કે શેના આધારે શપથ લેવામાં આવે છે અને બંધારણમાં શપથ ગ્રહણ અંગેના નિયમો શું છે? શું શપથ ભંગ કરવા બદલ કે આના ભંગ બદલ સજાની જોગવાઈ છે? આવો જાણીએ.

શપથ શા માટે છે?
સાંસદો હોય કે પછી ધારાસભ્યો, વડા પ્રધાનો અને પ્રધાનોએ પદ સંભાળતા પહેલા ભારતના બંધારણમાં વિશ્વાસ રાખવા માટે શપથ લેવા ફરજિયાત છે. જ્યાં સુધી સાંસદ કે ધારાસભ્ય શપથ ન લે ત્યાં સુધી તેઓ કોઈપણ સરકારી કામમાં તેઓ હાજરી આપી શકે નહીં. તેઓ ચૂંટાયા હશે પરંતુ સાંસદ તરીકે ગણવામાં આવશે નહીં. તેઓ કોઈ મુદ્દો પણ ત્યાં સુધી ઉઠાવી શકે નહીં. આ સાથે તેમને પગાર અને સુવિધાઓ પણ ના મળે. બંધારણીય પદ સંભાળવા માટે શપથ એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા ગણવામાં આવે છે. શપથ કોઈ પણ ભાષામાં લઈ શકાય છે.

આ પણ વાંચો: PMના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો સહિત ડ્રોન દીદી-સ્વચ્છતા કાર્યકરોને આમંત્રણ

શું તમામ ચૂંટાયેલા સાંસદો શપથ લે છે?
હવે તમને સવાલ થતો હશે કે તમામ ચૂંટાયેલા સાંસદો શપથ લેવાના હોય છે? તો હા.. કલમ 75 મુજબ વડાપ્રધાને રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લેવાના હોય છે. જેને વડાપ્રધાન વાંચે છે અને તેને સ્વીકારવામાં આવે છે. જેવા શપથ લેવાઈ જાય છે ત્યાર બાદ એક સત્તાવાર પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે. આ સત્તાવાર પ્રમાણપત્રમાં વડા પ્રધાને જે તારીખે અને સમયે શપથ લીધા હોય છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.