રશિયા-યુક્રેન યુદ્ધ વિશે નરેન્દ્ર મોદી બોલ્યા – હું પુતિન અને ઝેલેન્સકી સાથે વાત કરી શકું છું…

Narendra Modi Exclusive Podcast: રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેનો ખાસ પોડકાસ્ટ રિલીઝ થયો છે. આ ઊંડાણપૂર્વકની અને વ્યાપક વાતચીતમાં પીએમ મોદીએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, વૈજ્ઞાનિક પ્રગતિ, ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ, લોકશાહી, વૈશ્વિક રાજદ્વારી અને આધ્યાત્મિકતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો શેર કર્યા છે. આ દરમિયાન લેક્સ ફ્રીડમેને કહ્યું કે, આજે દુનિયામાં ઘણા યુદ્ધો ચાલી રહ્યા છે. શું તમે અમને કહી શકો કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સ્થાપિત કરવા માટે તમે શું કરશો?
તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, હું ભગવાન બુદ્ધની ભૂમિ છે, તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. હું મહાત્મા ગાંધીની ભૂમિ છે, તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. આ એવા મહાન પુરુષો છે જેમના ઉપદેશો અને જેમના શબ્દો સંપૂર્ણપણે શાંતિને સમર્પિત છે અને તેથી જ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે આપણી પૃષ્ઠભૂમિ એટલી મજબૂત છે કે, જ્યારે પણ અમે શાંતિ વિશે વાત કરીએ છીએ, ત્યારે દુનિયા અમને સાંભળે છે. કારણ કે, ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. અને અમે સંઘર્ષના બિલકુલ પક્ષમાં નથી.
આ પણ વાંચોઃ દુનિયા ગમે તે કરી લે, પણ AI ભારત વિના અધૂરુંઃ નરેન્દ્ર મોદી
તેમણે કહ્યું કે, ‘અમે સંવાદિતાને ટેકો આપીએ છીએ. અમે કુદરત સામે સંઘર્ષ ઇચ્છતા નથી કે રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ ઇચ્છતા નથી. અમે એવા લોકો છીએ જે સંકલન ઇચ્છે છે. જો અમે તેમાં કોઈ ભૂમિકા ભજવી શકીએ છીએ, તો અમે સતત તે કરવાનો પ્રયાસ કર્યો છે. મારા રશિયા સાથે ગાઢ સંબંધો છે અને યુક્રેન સાથે પણ મારા ગાઢ સંબંધો છે. હું રાષ્ટ્રપતિ પુતિન સાથે બેસીને કહી શકું છું કે, આ યુદ્ધનો સમય નથી અને હું રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મૈત્રીપૂર્ણ રીતે પણ કહું છું કે ભાઈ, દુનિયા તમારી સાથે ગમે તેટલી ઉભી રહે, યુદ્ધના મેદાનમાં ક્યારેય ઉકેલ નહીં મળે. ઉકેલ ત્યારે જ આવશે કે જ્યારે યુક્રેન અને રશિયા બંને વાટાઘાટોના ટેબલ પર આવશે.’
આ પણ વાંચોઃ પાકિસ્તાન સાથેના સંબંધો અંગે મોદી બોલ્યા – શાંતિ માટે લાહોર ગયો, પણ…
વડાપ્રધાને કહ્યું કે, ‘આખી દુનિયા ગમે તેટલી સાથે બેસીને યુક્રેન સાથે વિચાર-વિમર્શ કરે, તેનું કોઈ પરિણામ આવતું નથી. બંને પક્ષો હોવા મહત્વપૂર્ણ છે. બંને દેશોએ માત્ર પોતાનું જ નુકસાન નથી કર્યું, પરંતુ સમગ્ર વિશ્વને પણ મોટું નુકસાન થયું છે. ગ્લોબલ સાઉથને સૌથી વધુ નુકસાન થયું છે. સમગ્ર વિશ્વમાં ખોરાક, બળતણ અને ખાતરનું સંકટ સર્જાયું છે. આખું વિશ્વ ઇચ્છે છે કે, શક્ય તેટલી વહેલી તકે શાંતિ સ્થાપિત થાય. હું હંમેશા કહું છું કે હું તટસ્થ નથી. મારી પાસે શાંતિનો એક પાસું છે.’