સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને BJP-કોંગ્રેસ અને AAPએ સ્ટાર પ્રચારકોના નામની કરી જાહેરાત

Ahmedabad: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને બીજેપી, કોંગ્રેસ અને આપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ બીજેપી, કોંગ્રેસ અને આપના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. સ્ટાર પ્રચારકોની યાદીની ચૂંટણી પંચે મંજૂરી આપી છે.
બીજેપીના સ્ટાર પ્રચારક તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, પૂર્વ DyCM નિતીન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરશોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિનોદ ચાવડા, રજની પટેલ, પ્રશાંત કોરાટ, મયંક નાયક, દિપીકા સરડવા, સીમા મોહિલે, ઉદય કાનગડ, લવિંગજી ઠાકોરના નામ સામેલ છે.
જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જીજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ, પુંજા વંશ, સુખરામ રાઠવા, ઉષા નાયડુ, અમી યાજ્ઞિક, લાલજી દેસાઈ, ગ્યાસુદ્દીન શેખનું નામ સામેલ છે.
આ પણ વાંચો: પિતાએ કરી પુત્રની હત્યા, પિતાએ સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવી દીધું
આ સિવાય AAP ના સ્ટાર પ્રચારક તરીકે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા, સુધીર વાધાણી, ઉમેશ મકવાણા, પ્રવિણ રામ, પરેશ ગોસ્વામી, રેશમા પટેલ, પાયલ પટેલ, સાગર રબારીનું નામ પણ સામેલ છે.