November 10, 2024

BharatPeને વર્ષ બાદ મળ્યા CEO, નલિન નેગીને મળી નવી જવાબદારી

અમદાવાદ: ભારતપેને અંતે એક વર્ષ અને 3 મહિના બાદ કંપનીને નવા સીઈઓ મળ્યા છે. સમીર સુહૈદે જાન્યુઆરી, 2023માં રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી હતું. હવે નલિન નેગી ભારતપેના નવા સીઈઓ બન્યા છે. નલિન નેગીએ વર્ષ 2022માં ભારતપે જોઈન કર્યું હતું. સમીર સુહૈદના કંપની છોડ્યા બાદ તેઓ જ કંપનીના વચગાળાના સીઈઓ અને સીએફઓની જવાબદારી સંભાળતા હતા. હવે કંપનીએ સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી છે.

અશનીર ગ્રોવર અને સમીર સુહૈલે છોડી કંપની
ફિનટેક કંપની ભારતપેના ટોપ મેનેજમેન્ટ માટે વર્ષ 2023 બહુ જ ખરાબ રહ્યું હતું. પહેલા કંપનીના ફાઉન્ટર અશનીર ગ્રોવરે વિવાદોના કારણે કંપની છોડી દીધી હતી. અશનીર ગ્રોવર અને ભારતપેની વચ્ચે કાનૂની લડાઈ પણ ચાલી. આ બાદ સમીર સુહૈલને કંપની છોડવી પડી હતી. ભારતપેમાં ઘણા ઉથલપાથલ થઈ. અંતે સમીર સુહૈલની કંપની છોડ્યા બાદ વચગાળાના સીઈઓ તરીકે પહેલા નલિન નેગીનું પ્રદર્શન સારુ રહ્યું છે.

આ પણ વાંચો: યુવાનની રામનવમીની અનોખી ઉજવણી, રામલલ્લા જેવી જ 1100 મૂર્તિઓનું વિતરણ કરશે

ભારતપેની રેવેન્યૂ 182 ટકાનો વધારો
નલિન નેગીએ વચગાળાના સીઈઓના પદ પર રહીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતપેના રેવન્યૂ નાણાકીય વર્ષ 2023માં 185 ટકાનો વધારો થયો છે. આ સાથે કંપની ઓક્ટોમ્બર,2023માં પહેલીવાર એબિટા પોઝિટિવ પણ આવ્યા છે. નલિન નેગીના કરિયર વિશે વાત કરવામાં આવે તો ફિનટેક અને બેકિંગ સેક્ટરમાં લગભગ 28 વર્ષનો અનુભવ છે. તેમણે SBI કાર્ડના સીઓફઓ અને GE કેપિટલમાં પણ કામ કર્યું છે.

બિઝનેશને વધારવામાં ધ્યાન અપાશે
ભારતપેના નિર્ણય અંગે જાણકારી આપતા કંપનીએ કહ્યું કે, નલિન નેગી સીઈઓના પદ પર રહીને કંપનીને આગળ લઈ જશે. અમે દેશના નાના વેપારીઓને લોનની મદદથી સુવિધાઓમાં વધારવા માટે મદદ કરીશું. કંપની લોનના બિઝનેશને વધારવાની સાથે નવા બિઝનેશને પણ જોડીશું. આ સાથે પ્રોડક્ટ બનાવવા પર પણ ધ્યાન આપવામાં આવશે. મહત્વનું છેકે, ભારતપેની સ્થાપના 2018માં થઈ હતી. તેમની સાથે 450 શહેરમાં લગભગ 1.3 કરોડ વેપારીઓ જોડાયેલા છે.