November 17, 2024

ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આક્ષેપ કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બે થી ત્રણ કલાક સુધી વિદ્યાર્થીનું રેગિગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:  રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ, મામા-ભાણેજ વચ્ચે ખરાખરીનો મુકાબલો

વિદ્યાર્થીનું રેગિગ કરાયું
પરિવારજનો આક્ષેપ કર્યો છે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બે થી ત્રણ કલાક સુધી વિદ્યાર્થીનું રેગિગ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના જેસડા ગામનો મેથાણીયા અનિલ MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. મૃતદેહને હાલ પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કોલેજના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. વિદ્યાર્થીના મોતને લઈને પરિવારજનો હાલ આક્ષેપ કરી રહ્યા છે. પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. પરિવારના લોકોએ કહ્યું કે પીએમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવે.