January 10, 2025

મ્યાનમારની સેનાએ પોતાના જ દેશના એક ગામ પર કરી Airstrike; 40 લોકોના મોત

Myanmar Army Airstrike: મ્યાનમાર સેનાએ પોતાના જ દેશના એક ગામ પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે. બોમ્બમારાને કારણે લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયા છે. આ હુમલો પશ્ચિમી રખાઇન રાજ્યમાં વંશીય અરાકાન આર્મી દ્વારા નિયંત્રિત રામરી ટાપુ પરના ક્યાઉકની માવ ગામમાં થયો હોવાના અહેવાલ છે.

સેનાએ તેની પુષ્ટિ કરી નથી
જોકે, સેનાએ આ વિસ્તારમાં કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. ગામની પરિસ્થિતિની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી, કારણ કે આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવા લગભગ ખોરવાઈ ગઈ છે.

મ્યાનમારમાં આ રીતે શરૂ થઈ હિંસા
નોંધનીય છે કે મ્યાનમારમાં હિંસા ફેબ્રુઆરી 2021માં શરૂ થઈ હતી જ્યારે સેનાએ Aung San Suu Kyiની ચૂંટાયેલી સરકારને હટાવી દીધી હતી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે સેનાએ પણ બળપ્રયોગ કર્યો છે.