IPL 2025: જીત્યા બાદ પણ BCCIએ દિલ્હી કેપિટલ્સના આ સભ્ય પર લગાવ્યો મોટો દંડ

IPL 2025: દિલ્હી અને રાજસ્થાનની મેચ શાનદાર રહી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ દિલ્હીની ટીમે કરી હતી. આ પછી રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. આ પછી સુપર ઓવર રમાઈ હતી. જેમાં BCCI એ દિલ્હી કેપિટલ્સ ના બોલિંગ કોચ મુનાફ પટેલ સામે કાર્યવાહી કરી છે અને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. આવો જાણીએ કેમ તેમના પર કરવામાં આવી કાર્યવાહી.
આ પણ વાંચો: નિરજ ચોપરાએ ત્રિરંગો લહેરાવ્યો, શાનદાર રીતે ગોલ્ડ મેડલ જીત્યો
મુનાફ પટેલે પોતાનો ગુનો કબૂલી લીધો હતો
રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મુનાફ પટેલને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે સાથે તેના એકાઉન્ટમાં ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો હતો. લેવલ-વન ગુનામાં રમતની ભાવના વિરુદ્ધનું વર્તન સામેલ છે. અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ ટીમ વર્તમાન IPL સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. બીજા નંબર પર ગુજરાતની ટીમ છે. આ વખતે દિલ્હી ટીમ પ્લેઓફમાં પહોંચે તેવી ફૂલ શક્યતાઓ છે.