MI vs CSK: રોહિત શર્માની સદી છતાં મુંબઈ ઈન્ડિયન્સ હારી ગયું
IPL 2024: ગઈ કાલે 29મી મેચ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી. આ મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં રમાઈ હતી. જોકે આ મેચમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
મોટું નુકસાન થયું
ગઈ કાલની મેચમાં મુંબઈની ટીમની હાર થતાની સાથે ટીમને ભારે નુકશાન થયું છે. કાલની મેચ ચેન્નાઈની ટીમે જીતતાની સાથે પોઈન્ટ ટેબલમાં તેને ફાયદો થયો છે. બંને ટીમના મહામુકાબલામાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ મેચ દરમિયાન MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. પંરતુ એમ છતાં મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
કેવી રહી મેચ?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં શાનદાર રહી હતી. હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો. જેમાં મુંબઈની ટીમે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે ગઈ કાલની મેચમાં જોરદાર ઇનિંગ રમી અને 40 બોલમાં 69 રન બનાવ્યા હતા. શિવમ દુબેનું પણ યોગદાન જોરદાર રહ્યું હતું. તેણે 38 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો: MI vs CSK: સલમાન ખાન અને સાઉથના કલાકારોએ કર્યું આ ટીમનું સમર્થન
શરમજનક રેકોર્ડ જોડાયો
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં 105 રનની ઇનિંગ રમી હતી. રોહિતે પોતાની ઈનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. પંરતુ એમ છતાં તેના નામે શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો હતો. ઈનિંગ એટલી સારી રમી હતી, એમ છતાં તેની ટીમ હારી ગઈ હતી. એવું ભાગ્યે જ બને છે કે અણનમ સદી ફટકારે અને તેની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.