January 5, 2025

ચીનના બેઇજિંગને પછાડી મુંબઈ બન્યું અબજોપતિઓની રાજધાની

Capital of billionaires: ચીનના બેઇજિંગને પછાડીને મુંબઈ પહેલી વાર એશિયાના અબજોપતિઓની રાજધાની બની ગયું છે. મુંબઈમાં બેઇજિંગ કરતા વધારે અબજોપતિઓ રહે છે. હુરૂન રિસર્ચની 2024ની ગ્લોબલ રિટ લિસ્ટ મુજબ બેઈજિંગમાં 91 અબજોપતિ રહે છે. તેની સામે મુંબઈમાં 92 અબજોપતિ રહે છે. પરંતુ જો દેશની વાત કરવામાં આવે તો ભારતમાં 271 અબજોપતિ છે તેની સામે ચીનમાં 814 અબજોપતિ છે. ન્યૂયોર્કના મુકાબલે મુંબઈ હવે વિશ્વનું ત્રીજું સ્થળ બન્યું છે. જ્યાં સૌથી વધારે અબજોપતિઓ વસે છે. ન્યોયોર્કમાં સૌથી વધારે 119 અબજોપતિઓ રહે છે તો બીજા નંબર પર લંડનમાં 97 અબજોપતિઓ રહે છે.

મુંબઈમાં કેટલા નવા અબજોપતિ?
26 નવા અબજોપતિઓ સાથે મુંબઈ ચીનની રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની બેઇજિંગને પાછળ છોડી દીધું છે. મુંબઈમાં વધારો થયો છે તો બેઇજિંગમાં 18 અબજપતિઓની સંખ્યા ઘટી છે.

અબજોપતિઓની કુલ સંપત્તિ
મુંબઈના અબજોપતિઓની કુલ સંપત્તિ 445 બિલિયન છે. જેમાં આ વર્ષે 47 ટકાનો વધારો થયો છે. તે જ સમયે બેઇજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ 265 બિલિયન છે. જેમાં 28 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: Zomatoની ‘પ્યોર વેજ ડિલીવરી સર્વિસ’ને લઇને લોકોનો વિરોધ

આ અબજોપતિઓ શહેરમાં છે
મુંબઈના વેલ્થ સેકટર્સમાં ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. જેમાં મુકેશ અંબાણી જેવા અબજોપતિના નામનો સમાવેશ થાય છે. તો રિયલ એસ્ટેટ ખેલાડી મંગલ પ્રભાત લોઢા અને તેના પરિવાર પાસે સૌથી વધુ સંપત્તિ છે.

આ અબજોપતિઓની વૈશ્વિક રેન્કિંગમાં સુધારો
ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી સંપત્તિમાં વધારા સાથે 10મા ક્રમે છે. જેનો શ્રેય મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જાય છે. એ જ રીતે ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારા બાદ તેઓ વૈશ્વિક રેન્કિંગમાં આઠ સ્થાન આગળ વધીને 15મા સ્થાને પહોંચી ગયા છે. HCLના શિવ નાદર અને તેમના પરિવારની સંપત્તિ અને વૈશ્વિક રેન્કિંગ બંનેમાં સુધારો થયો છે. તે 16 સ્થાન આગળ વધીને 34મા નંબર પર પહોંચી ગયો છે.

કેટલાકની રેન્કિંગમાં ઘટાડો
ગ્લોબલ રિચ લિસ્ટમાં કેટલાક ભારતીય અબજોપતિઓની વૈશ્વિક રેન્કિંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ એસ પૂનાવાલાએ $82 બિલિયનની નેટવર્થ સાથે થોડો ઘટાડો થયો છે. જેના કારણે નવ સ્થાન પાછળ ઘટીને 55મા ક્રમે પહોંચ્યા છે. સન ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવી અને કુમાર મંગલમ બિરલા પણ ભારતના અબજોપતિ જૂથમાં યોગદાન આપે છે. આ સાથે જ રાધાકિશન દામાણી આઠ સ્થાન આગળ વધીને 100માં સ્થાને પહોંચી ગયા છે.