July 7, 2024

પિતાના મોતના સમાચાર મળતાં જ ખુરશી પરથી પડ્યો પુત્ર, કહ્યું – જીવતા જોવા ન દીધા

Mukhtar ansari death son said Umar fell from his chair and said he did not let him see alive

મુખ્તાર અંસારીનો પુત્ર - ફાઇલ તસવીર

બાંદાઃ માફિયા મુખ્તારનો પુત્ર અબ્બાસ હાલમાં કાસગંજ જેલમાં સજા કાપી રહ્યો છે. જ્યારે બીજો અને નાનો પુત્ર ઉમર અબ્બાસ બે દિવસ પહેલાં પિતાને મળવા મેડિકલ કોલેજ આવ્યો હતો. પરિવારના નજીકના લોકોએ જણાવ્યું કે, વહીવટીતંત્ર દ્વારા ઉમરને તેના પિતાના મૃત્યુની જાણ થતાં જ તે ખુરશી પરથી નીચે પડી ગયો હતો.

નજીકના સંબંધીઓના જણાવ્યા અનુસાર, ઉમર થોડીવારમાં બાંદા પહોંચી જશે. અત્યારે તો તેણે એટલું જ કહ્યું કે, બે દિવસ પહેલાં આ પોલીસ કર્મીઓએ હોસ્પિટલમાં દાખલ તેના પિતાને જોવા પણ દીધા ન હતા અને આજે જ્યારે તે આ દુનિયામાં નથી ત્યારે તે જ પોલીસ પ્રશાસન તેમના અંતિમ સંસ્કાર માટે ફોન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી જેલમાં મોત, ખોરાકમાં ઝેર આપવાનો આક્ષેપ

આવી સ્થિતિમાં આ અધિકારીઓને કેવી રીતે ખબર પડશે કે, પુત્રના દિલ પર શું વીતતી હશે? ઉમરના કહેવા પ્રમાણે, જ્યારથી તે આવ્યો છે, ત્યારથી તેણે તેના પિતા વગર ઘણાં વર્ષો વિતાવ્યા છે. તેને વિશ્વાસ હતો કે, કોઈક દિવસ તો તે અને તેના પિતા એકસાથે હશે અને તે ખોળામાં માથું મૂકી આરામ કરશે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે હવે તેઓ ક્યારેય મળવાના નથી.

માફિયા મુખ્તાર અંસારીને વર્ષ 2016માં બાંદા જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે જેલ પ્રશાસન પર હત્યાના કાવતરાના ઘણાં આરોપો લગાવવામાં આવ્યા હતા. વર્ષ 2017માં તે પ્રોટેક્શન વોરંટ પર પંજાબની રોપર જેલમાં ગયો હતો, પરંતુ એપ્રિલ 2021માં તેને ફરીથી બાંદા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી મુખ્તાર અંસારી અને તેનો પરિવાર સતત જેલ પ્રશાસન પર હત્યાનો આરોપ લગાવી રહ્યો છે.

અલ્હાબાદમાં અતીક અને તેના ભાઈની હત્યા બાદ પુત્ર અને વકીલે મુખ્તાર પર બીમાર હોવાનો અને જેલ પ્રશાસન પર તેની સારવાર ન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારપછી મુખ્તારના પૂર્વ સાંસદ ભાઈએ જેલ પ્રશાસન પર મુખ્તારની હત્યા માટે બહારના લોકોના પ્રવેશનો આરોપ લગાવ્યો હતો. કહ્યુ હતુ કે, જેલ પ્રશાસન હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ક્રમ અટક્યો નહીં. હાલમાં જ મુખ્તારના વકીલે જેલ પ્રશાસન પર તેને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે, ઝેરના કારણે મુખ્તારની હાલત ખરાબ થઈ ગઈ છે. તેને પેટ અને શરીરમાં દુખાવો થાય છે.