મુકેશ અને નીતા અંબાણી વિશ્વના સિલેક્ટેડ 100 લોકોમાં સામેલ, ટ્રમ્પના શપથ ગ્રહણમાં રહેશે હાજર
Mukesh Ambani: ટ્રમ્પના શપથ ગ્રહણમાં મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, એપલના સીઈઓ ટિમ કૂક અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ હાજર રહેવાના છે. પરંતુ તેની સાથે આ 100 લોકોમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ સામેલ છે.
આ પણ વાંચો: મહાકુંભ મેળામાં લાગી આગ, અનેક પંડાલ બળીને ખાખ
પસંદગીના 100 લોકોમાં સામેલ
મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને વિશ્વના 100 લોકોમાં પસંદ કરવામાં આવ્યા છે. ટ્રમ્પના ઉદ્ઘાટનમાં અમેરિકાના કેટલાક પ્રભાવશાળી અબજોપતિઓ અને રાજકારણીઓ તેમજ વિદેશી નેતાઓ અને સેલિબ્રિટીઓ હાજરી આપશે. અંબાણી દંપતી ટ્રમ્પ પરિવારના અંગત આમંત્રિતો તરીકે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે. અંબાણી પરિવાર સાથે ટ્રમ્પને સારો સંબધ છે.