MS Dhoni આઈપીએલમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? CSKના મુખ્ય કોચે કર્યો મોટો ખુલાસો

MS Dhoni IPL Retirement: ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી સામેની મેચ જોવા માટે ધોનીનો આખો પરિવાર આવ્યો હતો. જેમાં તેના માતા-પિતા પત્ની અને તેની દીકરી પણ જોવા મળી હતી. ધોનીના પરિવારના ફોટો અને વીડિયો સામે જેવા આવ્યા લોકો ધોનીના આઈપીએલ નિવૃત્તિ અંગેની અટકળો શરૂ કરી દીધી હતી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની નિવૃત્તિ પર એક મોટું નિવેદન આપ્યું છે.આવો જાણીએ તેમણે શું કહ્યું આ વિશે.
આ પણ વાંચો:IPL 2025માં આ 3 ટીમો માટે વાગી ગઈ ખતરાની ઘંટડી વાગી, સતત મેચમાં મળી રહી છે હાર
શું ધોની નિવૃત્તિ લઈ રહ્યો છે? કોચનું નિવેદન
ચેન્નાઈ સુપર કિંગ્સ પર દિલ્હી સામેની મેચમાં હાર મળી હતી. મેચ બાદ થયેલી કોન્ફરન્સમાં સ્ટીફન ફ્લેમિંગને એમએસ ધોનીની આઈપીએલમાંથી નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું કે કોઈની નિવૃત્તિ પર નિવેદન આપવાનું મારું કામ નથી. મને તેના વિશે કોઈ ખ્યાલ નથી. મને હજુ પણ તેની સાથે કામ કરવાની મજા આવી રહી છે. તે હજુ પણ સારું રમી રહ્યો છે. હું તેને આ વિશે પૂછતો પણ નથી.”