RR vs CSK મેચમાં MS ધોનીને મળ્યું આ ખાસ સન્માન

RR vs CSK 2025: ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ પહેલા એમએસ ધોનીને એક ખાસ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનને તેમને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 18 સિઝન પૂર્ણ કરવા પર આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ધોની આઈપીએલની પહેલી આવૃત્તિથી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. જ્યારે ટીમ પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે તે પુણે તરફથી રમ્યો હતો. પ્રતિબંધ હટતાની સાથે તે ફરીથી CSKમાં પાછો ફર્યો હતો.
આ પણ વાંચો: ધોની આઉટ થયો તો ગુ્સ્સે થઈ મહિલા ચાહક, વીડિયો થયો રાતોરાત વાયરલ
એમએસ ધોનીને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા
બીસીસીઆઈના સેક્રેટરી શ્રી દેવજીત સૈકિયા દ્વારા એમએસ ધોનીને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવ્યું છે. હાલમાં તે કેપ્ટન તો નથી પરંતુ તે ટીમ માટે રમી રહ્યો છે. IPL સિઝન 18 ની પહેલી મેચમાં વિરાટ કોહલીને પણ આવી જ એક મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.