July 5, 2024

મોરબીવાસીઓને નહીં પડે પાણીની અછત!

ડેનિશ દવે, મોરબી: ઉનાળાની શરૂઆત થાય એટલે પાણીની સમસ્યા જોવા મળતી હોય છે. મોરબીનો મચ્છુ-2 ડેમની સપાટી 36% છે. જેના કારણે હાલ તો કોઈ પાણીની સમસ્યા થસે નહીં તેવું સેક્શન ઓફિસર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જોકે પાણીની અછત થશે કે નહીં તે આવનારા સમયમાં જ ખબર પડશે.

પાણી આપવામાં આવતું
હાલ પાણી કોઈ અછત સર્જાશે નહીં તેમ સેક્શન ઓફિસર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ મોરબીવાસીઓને પાણીની અછત સર્જાય છે કે નહિ તે તો આગામી સમય જ બતાવશે. મચ્છુ 2 સિંચાઇ યોજના સેક્શન ઓફિસરના જણાવ્યા મુજબ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં પાણીની કોઈ અછત થવાની નથી. કારણ કે ગત ચોમાસામાં વરસાદ સારો હોવાના કારણે ઉપરવાસના જળાશયો એ મચ્છુ 2 છલકાવી દીધો હતો માટે આવક જાવક હજુ યથાવત છે. હાલમાં મચ્છુ 2 ડેમ માંથી સિંચાઇને પાણી આપવામાં આવતું નથી. કારણ કે ઉનાળામાં સિંચાઇ માટે પાણી આપવાનું હાલ કોઈ આયોજન નથી.

આ પણ વાંચો: જામનગરમાં ઉપ્તપાદનની પેઢી ધરાવતા યુવાન સાથે 11 કરોડની છેતરપિંડી

પાણીની તંગી સર્જાશે
જેથી હાલમાં માત્ર જળશાય માંથી લોકો ને પીવાં માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ નર્મદા ની મોરબી બ્રાન્ચ કેનાલમાંથી 300 ક્યુસેક જેટલી આવક મચ્છુ બે ડેમમાં ચાલુ છે. તો બીજી બાજુ સૌની યોજના હેઠળ 290 ક્યુસેક પાણી ની જાવક છે. તેમ છતાં હજુ પણ મચ્છુ 2 ડેમમાં 1118 MCFT જથ્થો પાણીનો છે. એટલે કે કુલ કેપેસીટીના 36% જળાશય ભરેલ છે. ત્યારે મચ્છુ 2 જળાશય ના અધિકારીના જણાવ્યા મુજબ મોરબીના લોકોને પાણીની ચિંતા ઉનાળામાં કરવાની જરૂર નથી. પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. તેમજ આગામી ચોમાસા સુધી પાણી ખૂટશે નહિ તેવો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ ખરેખર મોરબી વાસીઓને પાણીની તંગી સર્જાશે કે નહિ તે આગામી સમય જ બતાવશે.