સૌરાષ્ટ્રવાસીઓને જીવન કરતા કિંમતી છે માવો, નદીમાં ખાબકેલ છોટા હાથીનો ડ્રાઈવર માવો બનાવતા જોવા મળ્યો

Morbi News: જીવ ભલે જોખમમાં હોય પણ માવો તો જોઈશે. નદીમાં ખાબકેલ છોટા હાથીનો ડ્રાઈવર માવો બનાવતા જોવા મળ્યો હતો. વીડિયો જે સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે છોટા હાથી નદીની વચ્ચે પડેલ છે ડ્રાઈવર પણ તેની ઉપર બેઠો છે પણ સૌરાષ્ટ્રવાસીઓ ગમે તેવી મુસીબતમાં પણ માવો ખાવાનું ચૂકતા નથી.

આ પણ વાંચો:  અંબાલાલ પટેલે હવામાનને લઈને કરી મોટી આગાહી, આ થશે વાતાવરણમાં ફેરફાર

લોકો સ્થળ પર દોડી આવ્યા
ટંકારા ધ્રોલ હાઈવે પર અકસ્માત થતાં છોટા હાથી નદીમાં ખાબકી હતી. ખાખરા ગામ નજીક આજી નદીના પુલ પરથી વાહન નીચે પડ્યું હતું. મિનરલ વોટર ભરેલ છોટા હાથી નદીમાં ખાબકી હતી. ધટનાની જાણ થતા જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી ચાલકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આવા સમયે પણ સૌરાષ્ટ્રવાસીઓ માવો ખાવાનું ચૂકતા નથી સમસ્યા કોઈ પણ હોય. જીવ જાય ત્યાં સુધીની વાત પહોંચી ગઈ એમ છતાં માવો તો જોઈશે.