નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સે 3 ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો
ડેનિસ દવે, મોરબીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 10મી માર્ચના રોજ પદવીદાન સમારંભનું આયોજન કર્યું હતું. આ પદવીદાન સમારંભમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા નવયુગ મહિલા સાયન્સ કોલેજની 3 દિકરીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. આ વિશિષ્ટ સન્માન મોરબીની કોઈ કોલેજને આજ દિવસ સુધી પ્રાપ્ત થયું નથી.
પંડ્યા પ્રેક્ષાએ B.Sc (Mathematics)માં, આદ્રોજા માનસી B.Sc (Microbiology)માં અને વડાવિયા રાધિકાએ B.Sc (Botany)માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોના સ્ટુડન્ટ્સ કરતાં જે-તે વિષયમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવાથી મળે છે. ત્રણેય સ્ટુડન્ટે નવયુગની કાર્યપ્રણાલી, ગુરૂજનો, પીડી કાંજિયા સાહેબ અને માતાપિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો.
આ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ પીડી કાંજિયા સાહેબે ત્રણેય સ્ટુડન્ટ્સને બિરદાવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મહામહીમ કુલાધિપતિ રાજ્યપાલ દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રકુલ પાનસેરીયા તેમજ કુલપતિ નિલામ્બરીબેન દવે અને યુનિવર્સિટીના પદાધિકારીઓની હાજર રહ્યા હતા.