November 26, 2024

Mohammed Shamiએ વિરાટ કોહલી-રવિ શાસ્ત્રી પર ઉઠાવ્યા સવાલ

Mohammed Shami: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2019માં રમાયેલા ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા ન મળવા પર સવાલ ઉઠાવ્યા છે. સેમિફાઇનલ પહેલા તેણે ત્રણ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. આમ છતાં તેને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પડતો મૂકી દેવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે દરેક ટીમ એવા ખેલાડીઓ ઈચ્છે છે જે સારું પ્રદર્શન કરે પરંતુ સારું પ્રદર્શન કર્યા પછી પણ તેને બહાર કરવામાં આવ્યો હતો. આ સમયે ટીમના કપ્તાન વિરાટ હતા અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી હતા. શમીએ આ વર્લ્ડ કપમાં કુલ ચાર મેચ રમી અને 14 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને પંતને વર્તમાન IPL ટીમ દ્વારા રિટેન કરવાના એંધાણ

મને કેમ બહાર કરી દેવામાં આવ્યો?
શમીએ કહ્યું કે ODI વર્લ્ડ કપ-2019માં સારું રમવા છતાં તેને બહાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, “મારા મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે દરેક ટીમને એવા ખેલાડીની જરૂર હોય છે કે જે સારું પ્રદર્શન કરતો હોય. મેં 3 મેચમાં 13 વિકેટ લીધી હતી. એમ છતાં મને બહાર કરી દેવામાં આવ્યો હતો.

મામલો સમાપ્ત કરો
શમીએ કહ્યું કે તે ટીમમાં ક્યારેય આવા પ્રશ્નો પૂછતો નથી. આ સમયે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું તે પ્રશ્નો પૂછે છે તો તેણે કહ્યું કે, “મારે સવાલ પૂછવાની શું જરૂર છે? જો કોઈને મારી આવડતની જરૂર હોય તો મને તક આપો, મામલો ખતમ થઈ જશે.