June 28, 2024

MoE: પરીક્ષા પ્રક્રિયા સુધારા સમિતિની અધ્યક્ષતા કરશે પૂર્વ ISRO પ્રમુખ

Education Department: કેન્દ્ર સરકારે માહિતી આપતા જણાવ્યું છે કે પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે બનાવવામાં આવેલ સાત સભ્યોની પેનલનું નેતૃત્વ પૂર્વ ISRO પ્રમુખ કે. રાધાકૃષ્ણન કરશે. પેનલ 2 મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.

પૂર્વ ISRO પ્રમુખ કે. રાધાકૃષ્ણન પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે બનાવવામાં આવેલ સાત સભ્યોની પેનલનું નેતૃત્વ કરશે. આ વાતની જાહેરાત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે પેનલ પોતાની તપાસનો રિપોર્ટ આગામી બે મહિનામાં રજૂ કરશે.

UGC NET કરવા મામલે અને NEET UG 2024ના કથિત પેપર લીક કૌભાંડને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા શિક્ષણ મંત્રાલયે શનિવારે પરીક્ષાઓના પારદર્શક, સરળ અને નિષ્પક્ષ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ISROના પૂર્વ અધ્યક્ષ ડો. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક હાઇલેવલ સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે.

સાત સભ્યોની સમિતિ પરીક્ષા પ્રક્રિયાના તંત્રમાં સુધારા, ડેટા સેફટી પ્રોટોકોલમાં સુધારા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની રચના અને કાર્યપદ્ધતિ અંગે ભલામણો કરશે.

હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર બીજે રાવ અને AIIMS દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા પણ આ સમિતિના સભ્યો છે. સમિતિ આગામી બે મહિનામાં શિક્ષણ મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપાશે.